Final Up to date:
ICC ટી20 વર્લ્ડ કપ 2026 શરૂ થવાના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. 7 ફેબ્રુઆરીથી ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં રમાનાર ટુર્નામેન્ટને લઈને ભવિષ્યવાણીનો સિલસિલો શરૂ થઈ ચૂક્યો છે.
ICC ટી20 વર્લ્ડ કપ 2026 શરૂ થવાના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. 7 ફેબ્રુઆરીથી ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં રમાનાર ટુર્નામેન્ટને લઈને ભવિષ્યવાણીનો સિલસિલો શરૂ થઈ ચૂક્યો છે. હવે સાઉથ આફ્રિકાના પૂર્વ દિગ્ગજ ફાસ્ટ બોલર ડેલ સ્ટેને એક ભવિષ્યવાણી કરી છે. તેણે જણાવ્યું કે, આગામી ટુર્નામેન્ટમાં કોણ સૌથી વધુ રન બનાવશે? સ્ટેને શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ભારતના ઓપનર બેટ્સમેન અભિષેક શર્મા કે ઓસ્ટ્રેલિયાના ઓપનર ટ્રેવિસ હેડને નહીં પરંતુ ક્વિન્ટન ડિકોકનું નામ લીધું છે. સ્ટેન અને 33 વર્ષીય વિકેટકીપર બેટ્સમેન ડિકોક સાઉથ આફ્રિકા માટે સાથે રમી ચૂક્યા છે.
સ્ટેનને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સવાલ જવાબના સત્ર દરમિયાન પૂછવામાં આવ્યું કે, ટી20 વર્લ્ડ કપ 2026માં કોણ સૌથી વધુ રન બનાવશે? જેના જવાબમાં પૂર્વ બોલરે કહ્યું, મને લાગે છે કે, ક્વિન્ટન ડિકોક આવું કરશે. ડિકોકે અત્યાર સુધીમાં 100 ટી20 મેચ રમી છે અને શાનદાર રેકોર્ડ છે. તેણે આ દરમિયાન 2771 રન બનાવ્યા, જેમાં 30.78ની સરેરાશ અને 140.02ની સ્ટ્રાઇક રેટ છે. તેણે એક સદી અને 18 અડધી સદી ફટકારી છે. ટી20 વર્લ્ડ કપ 2024માં 9 મેચમાં તેણે 243 રન બનાવ્યાં હતા, જે સાઉથ આફ્રિકા તરફથી સૌથી વધુ હતા. તે ઓવરઓલ લિસ્ટમાં ચોથા નંબરે હતો. સાઉથ આફ્રિકાને ટી20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલમાં ભારતના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.
જો કે, 42 વર્ષીય સ્ટેને ટ્રેવિસ હેડના વખાણ કર્યા, તે ઓસ્ટ્રેલિયન ઓપનરને ટી20 ક્રિકેટમાં સૌથી ખતરનાક બેટ્સમેનમાંથી એક માને છે. સ્ટેનને જ્યારે પૂછવામાં આવ્યું કે, ટી20 બેટ્સમેનોમાં તમારા સામે સૌથી વધુ મુશ્કેલી કોણ બને? પૂર્વ બોલરે જવાબમાં કહ્યું, “હું ટ્રેવિસ હેડનું નામ લઈશ. એવું લાગે છે કે, તેને કોઈપણ બોલર સામે કોઈ ફરક પડતો નથી.” હેડે 47 ટી20 ઇન્ટરનેશનલ મેચમાં 156.67ની સ્ટ્રાઇક રેટથી 1197 રન બનાવ્યાં છે.

