Final Up to date:
અનિલ કપૂર હાલ પોતાની અપકમિંગ ફિલ્મ સુબેદારને લઈને ચર્ચામાં છે. જોકે આ ફિલ્મના ટ્રેલર લોન્ચ વખતે અનિલ કપૂરે મીડિયા સામે હસતા મોઢે કંઈક એવી વાત કરી કે જેને લઈને તેઓ ચર્ચામાં આવ્યા છે. સાથે જ તેમનો વીડિયો પણ હાલ વાયરલ થયો છે.
બોલિવૂડ એક્ટર અનિલ કપૂર છેલ્લા કેટલાય સમયથી ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે. તેમના કરિયરમાં તેમણે ઘણી હિટ ફિલ્મો આપી છે. જોકે હાલ તે પ્રાઈમ વીડિયોની એક્શન ફિલ્મ સુબેદારને લઈને ચર્ચામાં છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં અનિલ કપૂર અલગ અંદાજમાં જોવા મળશે. સુરેશ ત્રિવેણી દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મ 5 માર્ચે રિલીઝ થશે. ફિલ્મનું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે અને આ ટ્રેલર લોન્ચ સમયે અનિલ કપૂરે મીડિયા સામે ખુલીને પોતાની ફિલ્મ વિશે વાત કરી છે.
મીડિયા દ્વારા ટ્રેલર લોન્ચ સમયે પૂછવામાં આવ્યું કે તેમના જૂની અભિનેત્રીઓ સાથે સંબંધો કેવા છે. આ વાતને લઈને અનિલ કપૂરે હસતા મોઢે કહ્યું કે આજકાલ કોઈ પણ હિરોઈન મારી સાથે કામ કરવા તૈયાર જ નથી. દરેકને યુવાન છોકરાઓ સાથે કામ કરવું છે જે સીનિયર છે તે પણ મારી સાથે કામ કરવા તૈયાર નથી. તમે જ મારી રિકમેન્ડેશન કરી આપો.
આ વાતચીત દરમિયાન અનિલ કપૂરે જણાવ્યું કે તે ડાયરેક્ટર સાથે કેવી રીતે વાત કરે છે. તેમણે ઈન્દ્ર કુમાર સાથે પણ વાત કરવાનો અંદાજ જણાવ્યો અને મજાકિયા અંદાજમાં કહ્યું અરે ઈન્દુ! શું થયું છે તારી ધમાલ 4ને. તે લીધો નહીં મને ફિલ્મમાં ચલો કંઈ વાંધો નહીં અજયે ના પાડી કે શું? જોકે આ આખી વાત અનિલ કપૂરે મજાકિયા અંદાજમાં કરી હતી.
જોકે અનિલ કપૂરની મજાકિયા અંદાજની સ્ટાઈલ જોઈને સૌ કોઈ હસી પડ્યા હતા. ફેન્સને અનિલ કપૂરની એક્ટિંગ અને લુક ઘણો પસંદ આવ્યો છે. તેનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો છે. જોકે હાલ અનિલ કપૂર પોતાની અપકમિંગ ફિલ્મને સુબેદારને લઈને ઘણા ચર્ચામાં છે. ફિલ્મનું ટ્રેલર દર્શકોને ઘણું પસંદ આવ્યું છે.
ફિલ્મ સુબેદારની સ્ટોરી રેતી ખનન પર બનેલી હોય તેવું ટ્રેલર જોતા ખ્યાલ આવી જાય છે. જ્યાં ભૂમાફિયાઓ દ્વારા પોતાનો ખોફ ફેલાવવામાં આવ્યો છે. અનિલ કપૂર આ ફિલ્મમાં રિટાયર્ડ સુબેદાર અર્જુન મોર્યાના રોલમાં જોવા મળશે. ફિલ્મમાં અનિલ કપૂરની સાથે મોના સિંહ, સૌરભ શુક્લા, આદિત્ય રાવલ, ફૈસલ મલિક અને ખુશ્બૂ સુંદર પણ જોવા મળશે.

