હોર્મુઝ સ્ટ્રેટ પુરી રીતે ખોલવામાં આવ્યો, ઇરાનના વિદેશ મંત્રીએ કરી પૃષ્ટી

હોર્મુઝ સ્ટ્રેટ પુરી રીતે ખોલવામાં આવ્યો, ઇરાનના વિદેશ મંત્રીએ કરી પૃષ્ટી

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


Strait of Hormuz : છેલ્લા 40 દિવસથી મધ્ય પૂર્વમાં યુદ્ધને કારણે ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટને બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યાંથી માત્ર થોડા જહાજોને જ પસાર થવાની મંજૂરી આપવામાં આવી હતી. હવે આ મામલે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરઘચીએ કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણ રીતે ખોલી દેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે લેબનાનમાં સીઝફાયરને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સોશિયલ મીડિયા પર પુષ્ટિ કરી છે કે હોર્મુઝ સંપૂર્ણ રીતે ખુલ્લું છે.

ઈરાનના વિદેશ મંત્રીએ શું કહ્યું?

ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરઘચીએ કહ્યું કે લેબનાનમાં સીઝફાયરને અનુરૂપ હોર્મુઝમાંથી પસાર થતા તમામ વ્યાપારી જહાજો માટે યુદ્ધવિરામના બાકીના સમય માટે માર્ગ સંપૂર્ણપણે ખુલ્લો જાહેર કરવામાં આવ્યો છે. જોકે તેમણે એમ પણ કહ્યું હતું કે હોર્મુઝ ઇરાન અને યુએસ વચ્ચેના બાકીના સીઝફાયરના સમય માટે જ ખુલ્લું રહેશે.

ટ્રમ્પે પણ પુષ્ટિ કરી 

ડોનાલ્ડ ટ્રમ્પે પણ પૃષ્ટી કરી છે. ટ્રમ્પે પોતાના ટ્રુથ સોશિયલ પર લખ્યું કે ઈરાને હમણાં જ જાહેરાત કરી છે કે હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણ રીતે ખુલ્લો છે અને અવરજવર માટે તૈયાર છે. આભાર.

ઇઝરાયલ અને લેબેનોન વચ્ચે 10 દિવસ સીઝફાયર

ઇઝરાયલ અને લેબેનોન ગુરુવારથી 10 દિવસના સીઝફાયર માટે સંમત થયા છે. ઇરાન સમર્થિત હિઝબુલ્લાહ વિરુદ્ધ ઇઝરાયલની સૈન્ય ઝુંબેશ અમેરિકા અને ઇરાન વચ્ચેની વાતચીતમાં મુખ્ય મુદ્દો રહ્યો છે.

હોર્મુઝ શું છે?

હોર્મુઝ સ્ટ્રેટ એ ફારસની ખાડી અને ઓમાનની ખાડી વચ્ચેનો એક સાંકડો દરિયાઈ માર્ગ છે. તે વિશ્વના કુલ તેલ પુરવઠામાં 20 ટકા હિસ્સો ધરાવે છે. 28 ફેબ્રુઆરીએ ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી તેને અસર થઈ છે અને તેને માત્ર થોડા જહાજો માટે જ ખુલ્લો હતો. જેના કારણે દુનિયાભરમાં તેલનો પુરવઠો ખોરવાઈ ગયો હતો. ગલ્ફ દેશો આ જળમાર્ગનો ઉપયોગ તેલની નિકાસ કરવા માટે કરે છે. ભારતની 40 ટકા તેલની આયાત આ જળમાર્ગ દ્વારા થાય છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *