West Bengal New CM Announcement: ભાજપના નેતા સુવેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળમાં આગામી મુખ્યમંત્રી બનશે. તેમની ભાજપ ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદગી કરી છે.
શનિવારે શપથ ગ્રહણ સમારોહ યોજાશે
પાર્ટીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા હતા. ભવાનીપુર બેઠક પર મમતા બેનર્જીને હરાવનારા ભાજપના નેતા સુવેન્દુ અધિકારીને મુખ્યમંત્રી બનવા માટે સૌથી ફેવરિટ માનવામાં આવતા હતા. શનિવારે ઐતિહાસિક શપથ ગ્રહણ સમારોહ યોજાશે.
