સુરતમાં સામાન્ય બોલાચાલીમાં યુવકની ઘાતકી હત્યા

સુરતમાં સામાન્ય બોલાચાલીમાં યુવકની ઘાતકી હત્યા

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



ઉધના વિસ્તારમાં આવેલા બીઆરસી નજીક પ્રભુનગર વિસ્તારમાં ધોળે દિવસે બનેલી હત્યાની ઘટનાએ ચકચાર મચાવી છે. સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલો ઝઘડો ઉગ્ર બનતા 25 વર્ષીય યુવાનની જાહેરમાં જ તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવામાં આવી હતી. મળતી વિગત પ્રમાણે પ્રભુનગર ખાતે મકાન નંબર 217ની ગલીમાં, અરવિંદભાઈ કિરાણા સ્ટોરની ચાલ પાસે મૃતક અને આરોપી વચ્ચે અગમ્ય કારણસર બોલાચાલી શરૂ થઈ હતી. જાહેર રોડ પર શરૂ થયેલો ઝઘડો ગલી સુધી પહોંચીને ઉગ્ર બની ગયો હતો. આ દરમિયાન આરોપીએ પોતાના ખિસ્સામાં રાખેલા તીક્ષ્ણ હથિયારથી મૃતકના ગળાની નીચે છાતીના ભાગે ઘા માર્યો હતો. જેને પગલે ગંભીર ઈજા થતા યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ત્યારે સમગ્ર મામલે પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *