મહાશિવરાત્રીએ મૃગીકુંડમાં સ્નાન કીર્તિએ કર્યું પરંતુ હવે વિવાદનું તાંડવ સાધુ-સંતોમાં શરૂ થયું છે. બજરંગદાસ બાપુ પછી હવે અમરગીરી બાપુએ ઈન્દ્રભારતી પર અતિ ગંભીર આરોપ લગાવ્યા છે. ભવનાથ મંદિરના પૂર્વ મહંત રઘુનાથગીરીના શિષ્ય અમરગીરી બાપુએ આરોપ લગાવ્યો કે ઈન્દ્રભારતી બાપુના રૂદ્રેશ્વર જાગીર આશ્રમમાં બે નંબરના ધંધા ચાલે છે. દુનિયાના કુખ્યાત યૌન શોષણ ગુનેગાર એપસ્ટીન કરતાં પણ ભદ્દા કામ ચાલતા હોવાના આરોપથી ખળભળાટ મચી ગયો છે. એટલું જ નહીં ચરસ, ગાંજો, અફીણ સહિતના ડ્રગ્સના દૂષણ સાથે રજવાડી ઠાઠ ભોગવતા હોવાનો પણ આરોપ છે. આરોપોમાં કેટલું તથ્ય છે એ જાણવા ન્યૂઝ18 ગુજરાતીએ ઈન્દ્રભારતી બાપુનો સંપર્ક કરવાનો સતત પ્રયાસ કર્યો. જોકે, બાપુએ ફોન ઉપાડ્યો ન હોવાથી કોઈ પ્રતિક્રિયા જાણી શકાય નથી.
Source link
