V.D. Satheesan : કેરળના મુખ્યમંત્રીની શપથ લેવા જઇ રહેલા વીડી સતીશને રવિવારે પોતાના મંત્રીમંડળના સભ્યોના નામની જાહેરાત કરી છે. કેરળમાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ સોમવારે યોજાશે. સતીશને કહ્યું કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રમેશ ચેન્નિથલા, કે મુરલીધરન અને સની જોસેફને કેબિનેટમાં સામેલ કરવામાં આવશે. રમેશ ચેન્નિથલા મુખ્યમંત્રી બનવાની રેસમાં હતા.
કેરળ વિધાનસભાની ચૂંટણીમાં યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ડાબેરી ડેમોક્રેટિક ફ્રન્ટને સત્તામાંથી બહાર કરી દીધા હતા.
થિરુવનચુર રાધાકૃષ્ણન વિધાનસભામાં સ્પીકર બનશે
થિરુવનચુર રાધાકૃષ્ણન વિધાનસભામાં સ્પીકર બનશે જ્યારે શનિમોલ ઉસ્માન ડેપ્યુટી સ્પીકર તરીકે બનશે. સતીશને કહ્યું કે આ યાદીમાં સામેલ અને બહાર બન્ને જગ્યાએ ઘણા સક્ષમ નેતાઓ છે, પરંતુ કોંગ્રેસે આવા નિર્ણયો લેતી વખતે સામાજિક સંતુલન, પ્રાદેશિક પ્રતિનિધિત્વ અને અન્ય ઘણા પરિબળો પર વિચાર કરવો પડે છે.
પોર્ટફોલિયો શેરિંગ અંગેની ચર્ચા લગભગ પૂર્ણ
સતીશને જણાવ્યું હતું કે ગઠબંધનમાં સામાજિક અને પ્રાદેશિક સંતુલનને ધ્યાનમાં લીધા પછી મંત્રીઓની યાદીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે અને પોર્ટફોલિયો શેરિંગ અંગેની ચર્ચા લગભગ પૂર્ણ થઈ ગઈ છે.
‘શિક્ષણ મંત્રીને હટાવતા કેમ નથી’, NEET પેપર લીક થવા પર રાહુલ ગાંધીએ કહ્યું – મોદીજી, દેશ તમને સવાલ પૂછી રહ્યો છે
સતીશને કહ્યું કે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 63 બેઠકો મળવા છતાં ઘણા સક્ષમ નેતાઓને કેબિનેટ યાદીમાં સ્થાન મળી શક્યું નથી. તેમણે તેને રાજ્યમાં કોંગ્રેસની સૌથી મોટી જીત ગણાવી હતી.
