કર્ણાટકમાં એક વ્યક્તિ શોરૂમમાંથી પોતાની નવી કાર બહાર કાઢી રહ્યો હતો ત્યારે થોડી જ સેકન્ડોમાં તે રસ્તા પર એક મોટરસાયકલ સાથે અથડાઈ ગઈ. મોટરસાયકલ પર બે વ્યક્તિઓ સવાર હતા, જેમને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. આ ઘટના સાગર શહેરમાં બની હતી.
વીડિયોમાં જોઈ શકાય છે કે શોરૂમમાંથી બહાર નીકળ્યા બાદ તરત જ કાર અનિયંત્રિત થઈ ગઈ. જ્યારે માલિક તેને ઘરે લઈ જઈ રહ્યો હતો અને એક મોટરસાયકલ સાથે અથડાઈ ગઈ. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે.
આ અકસ્માત મારુતિ શોરૂમ નજીક ત્યારે થયો જ્યારે એક ગ્રાહક નવી કારની ડિલિવરી લઈ રહ્યો હતો. ખરીદનાર પોતે જ વાહન ચલાવી રહ્યો હતો અને જેવો તેણે શોરૂમમાંથી કાર બહાર કાઢી કે તરત જ તે અનિયંત્રિત થઈ ગઈ.
🚨 A newly delivered automotive on Dasara misplaced management close to a Maruti showroom in Sagar and hit a motorcycle. The rider and pillion rider have been critically injured and hospitalised. CCTV captured the incident; Sagar City Police have registered a case and began an investigation. #Shivamogga #Karnataka
— Pulse of the Individuals (@CitizenPulseX) October 20, 2026
કાર રસ્તાની બાજુમાં આવેલી રેલિંગ તોડીને ત્યાંથી પસાર થઈ રહેલી એક મોટરસાયકલ સાથે અથડાઈ. મોટરસાયકલ પર સવાર ચાલક અને મુસાફર બંને ગંભીર રીતે ઘાયલ થયા. જેના કારણે ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે શોરૂમની બહાર હાજર લોકો ઘાયલોની મદદ માટે દોડી જાય છે. ત્યાં હાજર લોકો આઘાતમાં હતા અને તેમને સમજાતું ન હતું કે કેવી રીતે માત્ર થોડી સેકન્ડોમાં આવી ઘટના બની ગઈ.
આ પણ વાંચો: સુરતના અડાજણમાં અઢી વર્ષના બાળકના માથામાં તપેલું ફસાયું, ફાયર બ્રિગેડે કટર વડે કાપીને ઉગાર્યો
સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ ક્ષણે કારનું સંતુલન બગડ્યું અને તે મોટરસાયકલ સાથે અથડાઈ. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ નથી અને ડ્રાઈવરે વાહન પરથી કાબૂ કેવી રીતે ગુમાવ્યો તે પણ જાણી શકાયું નથી.
ઘાયલ વ્યક્તિઓની હાલત વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી, તેમજ તેમને કઈ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે તે પણ જાહેર કરવામાં આવ્યું નથી. સાગર પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. અધિકારીઓએ હાલમાં અકસ્માત કેવી રીતે થયો તે જાણવા માટે કામ કરી રહ્યા છે અને વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
