વર્ષાબેનના હાથમાં જાદુ! નાળિયેરના વેસ્ટમાંથી બનાવી મૂર્તિઓ, લોકો જોઈને દંગ રહી ગયા

વર્ષાબેનના હાથમાં જાદુ! નાળિયેરના વેસ્ટમાંથી બનાવી મૂર્તિઓ, લોકો જોઈને દંગ રહી ગયા

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:

ભાવનગર જિલ્લામાં મહિલાઓ હવે માત્ર ઘરકામ સુધી સીમિત ન રહી પોતાના આત્મનિર્ભર બનવાના સપનાને સાકાર કરી રહી છે. સ્વસહાય જૂથ સાથે જોડાઈ મહિલાઓ નાના ગૃહ ઉદ્યોગો શરૂ કરી પરિવારને આર્થિક રીતે મજબૂત બનાવી રહી છે. મહુવા શહેરની બારૈયા વર્ષાબેન અલ્પેશભાઈએ નારિયેળના છાલામાંથી વિવિધ કલાત્મક વસ્તુઓ તૈયાર કરીને વેચાણ કરે છે અને સારી આવક મેળવી રહ્યા છે.

+

મહિલાએ

મહિલાએ નાળિયેરના વેસ્ટમાંથી મૂર્તિઓ બનાવી

ભાવનગર: હાલના સમયમાં જોઈએ તો મહિલાઓ ઘરકામની સાથે સાથે પોતાના વ્યવસાય પણ શરૂ કરવા લાગ્યા છે. ખાસ કરીને સ્વસહાય જૂથની બહેનો સાથે જોડાઈને મહિલાઓ ખાખરા ઉદ્યોગ, સાબુ બનાવવા, ભરતગૂંથણ, સીવણ, ખાણીપીણીની અલગ અલગ વસ્તુઓ જેવા નાના મોટા ગૃહ ઉદ્યોગો પોતાના ઘરેથી જ શરૂ કરીને પરિવારજનોને આર્થિક રીતે મદદરૂપ બની રહ્યા છે. મહિલાઓને આ વ્યવસાય શરૂ કરવા માટે અનેક યોજનાઓ તેમજ સહાય પણ અમલમાં મૂકવામાં આવી છે જેનો લાભ પણ મહિલાઓ લઈ રહ્યા છે.

ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં રહેતા બારૈયા વર્ષાબેન અલ્પેશભાઈ જેઓ અગાઉ ઘરકામ કરતા હતા, પરંતુ પાંચ વર્ષ પહેલાં તેઓએ નારિયેળના છાલામાંથી અલગ અલગ વસ્તુઓ તૈયાર કરવા માટેની ટ્રેનિંગ મેળવી ત્યારબાદ તેઓએ આ વ્યવસાય શરૂ કર્યો. આજે તેઓ અન્ય મહિલાઓને પણ આ પ્રકારની ટ્રેનિંગ આપી રહ્યા છે. હાલ તેઓ અલગ અલગ પ્રકારની મૂર્તિ, ગણપતિ બાપા, ઘર સુશોભનમાં વપરાતી વસ્તુઓ જેવી વસ્તુ તૈયાર કરી જુદા જુદા શહેરો સુધી પણ વેચાણ કરી રહ્યા છે. આ વસ્તુઓની કિંમત 150 રૂપિયાથી શરૂ થઈને અલગ અલગ ભાવ રહેલા છે. ઘરકામની સાથે સાથે મહિલા 10,000 રૂપિયા કરતા પણ વધુની આવક મેળવી રહ્યા છે.

આ અંગે બારૈયા વર્ષાબેન અલ્પેશભાઈએ જણાવ્યું હતું કે, અગાઉ હું ઘરકામ કરતી હતી, પરંતુ ધીરે ધીરે મને વિચાર આવ્યો કે આપણે પણ આત્મનિર્ભર બનવું જોઈએ જેથી મેં નારિયેળના રેસાનો ઉપયોગ કરીને અલગ અલગ પ્રકારની વસ્તુઓ તૈયાર કરવાની શરૂઆત કરી. આ માટે હું અલગ અલગ જગ્યાએ ટ્રેનિંગ પણ આપું છું. હાલ હવે 10 બહેનોનું જૂથ છે અને અલગ અલગ પ્રકારની કામગીરીઓ કરી રહ્યા છે, તેમાંથી મળતી આવકથી અમે પરિવારજનોને આર્થિક રીતે મદદરૂપ બની રહ્યા છીએ. પાંચ વર્ષ પહેલાં આ વ્યવસાયની શરૂઆત કરી હતી. શરૂઆતમાં એક થી બે જેટલી વસ્તુઓ તૈયાર કરતા હતા પરંતુ આજે અનેક પ્રકારની વસ્તુઓ તૈયાર કરી રહ્યા છીએ.

આ પણ વાંચો: કાંકરેજ ગાયના દૂધ અને ઘીએ પશુપાલનનું ભાગ્ય બદલી નાંખ્યું, વાર્ષિક આટલી કમાણી

હાલ અમે નારિયેળના છાલાનો ઉપયોગ કરીને રમકડાં, ઘર સુશોભન માટેની વસ્તુઓ, મૂર્તિ, કૃત્રિમ માળા વગેરે તૈયાર કરીએ છીએ. સામાન્ય લોકો પણ અમારી વસ્તુની ખરીદી કરી શકે તે માટે કિંમત પણ વ્યાજબી રાખવામાં આવે છે. અમે જે વસ્તુઓ તૈયાર કરી રહ્યા છે, તેની કિંમત 150 રૂપિયાથી શરૂ થાય છે અને 1500 રૂપિયા સુધીની મૂર્તિ પણ તૈયાર કરી રહ્યા છીએ. ઓર્ડર મુજબ વસ્તુ તૈયાર કરીએ છીએ. આ ઉપરાંત જુદા જુદા શહેરો સુધી પણ અમારી અલગ અલગ વસ્તુઓનું વેચાણ થયેલું છે. જેના વેચાણ થકી અમે મહિને 10000 રૂપિયા કરતા પણ વધુની આવક મેળવી રહ્યા છીએ.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *