Final Up to date:
ICC ટી20 વર્લ્ડ કપ 2026માં ભારત સાથે મેચ રમવાને લઈને પાકિસ્તાન યુટર્ન લીધો છે. ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન ભારત સામે રમવા માટે તૈયાર છે. આ અંગે ઔપચારિક જાહેરાત આવતી કાલે કરવામાં આવશે.
નવી દિલ્હી: ICC ટી20 વર્લ્ડ કપ 2026માં ભારત સાથે મેચ રમવાને લઈને પાકિસ્તાન યુટર્ન લીધો છે. ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન ભારત સામે રમવા માટે તૈયાર છે. આ અંગે ઔપચારિક જાહેરાત આવતી કાલે કરવામાં આવશે. ICC ટી20 વર્લ્ડ કપ 2026માં ભારત અને પાકિસ્તાનની મેચ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાનાર છે. પાકિસ્તાને બાંગ્લાદેશના સમર્થનમાં ભારત સામે મેચના બહિષ્કારની જાહેરાત કરી હતી. પાકિસ્તાન અને ભારત ટી20 વર્લ્ડ કપના ગ્રુપ Aમાં છે.
ભારત સામેની મેચ અંગે સોમવારે લાહોરમાં પીસીબી અને આઈસીસીના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પીસીબી તરફથી મેચ રમવા માટે ત્રણ શરતો મુકવામાં આવી હતી, જેને આઈસીસીએ સંપૂર્ણપણે નકારી દીધી હતી. પીસીબીની શરતોમાં હતું કે બાંગ્લાદેશ પર દંડ ન લગાડવામાં આવે અને તેને T20 વર્લ્ડ કપની આવકમાંથી હિસ્સો આપવામાં આવે. ઉપરાંત, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારત સાથે દ્વિપક્ષીય સિરીઝ રમવાની પણ માંગ કરી હતી. સાથે જ પીસીબીનું કહેવું હતું કે ભારતે બાંગ્લાદેશ-પાકિસ્તાન સાથે ત્રિકોણીય સિરીઝ પણ રમવી જોઈએ, પણ આઈસીસીએ સ્પષ્ટપણે કહી દીધું કે આ તમામ માંગો તેમના અધિકાર ક્ષેત્રમાં આવતી નથી અને તે માટે તેઓ જવાબદાર નથી.
જણાવી દઈએ કે ICC T20 વર્લ્ડ કપ 2026માં બાંગ્લાદેશની ટીમ ભાગ લઈ રહી નથી. બાંગ્લાદેશી ટીમ ટૂર્નામેન્ટના ગ્રુપ Cમાં હતી અને તેને પોતાના ગ્રુપના મેચ ભારતમાં રમવાના હતા, પણ સુરક્ષા અંગે ચિંતાઓ દર્શાવીને બાંગ્લાદેશે ભારતમાં રમવાનો ઇનકાર કર્યો હતો. આ મુદ્દે BCB અને ICC વચ્ચે બેઠક પણ થઈ હતી, પણ કોઈ સમાધાન થયું નહોતું.
બાંગ્લાદેશે માંગ કરી હતી કે તેની મેચ શ્રીલંકામાં શિફ્ટ કરવામાં આવે, પણ આઈસીસીએ આ માંગ પણ નકારી દીધી હતી. આવી સ્થિતિમાં સ્કોટલેન્ડને ટૂર્નામેન્ટમાં સામેલ કરવામાં આવી છે. બાંગ્લાદેશના નિર્ણયને પાકિસ્તાને પણ સમર્થન આપ્યું છે અને તેની તરફથી પણ માંગ ઉઠાવવામાં આવી છે કે ટૂર્નામેન્ટમાં ભાગ લીધા વિના બાંગ્લાદેશને T20 વર્લ્ડ કપના આવકમાંથી હિસ્સો મળવો જોઈએ.
Feb 09, 2026 10:17 PM IST

