બહેન સાથે પ્રેમસંબંધની અદાવતમાં પિતરાઈ ભાઈએ યુવકને પગમાં ગોળી ધરબી દીધી. અમદાવાદના સોલામાં પ્રેમ પ્રકરણમાં ફાયરિંગની ઘટના સામે આવી. ઉગતી બંગલો ચાર રસ્તા પાસે મોન્ટુ દેસાઈ નામના યુવકે પાટણના યુવક પર ફાયરિંગ કર્યું. આરોપી મોન્ટુ દેસાઈની કાકાની દીકરી સાથે પાટણના યુવકને પ્રેમ સંબંધ હતો, જેની અદાવત રાખીને યુવકને પગમાં ગોળી ધરબી દીધી. આ બાબતે અગાઉ ઝઘડો થયો હતો અને સમાધાન પણ થયું હતું. જોકે મોન્ટુ દેસાઈને તે બાબતનો રોષ હોવાથી ફાયરિંગ કર્યું. ભોગ બનનાર ચાણક્યપુરીમાં પોતાનું વાહન લઈને જઈ રહ્યો હતો ત્યારે પાછળથી આવેલા આરોપીએ ટક્કર મારી. બાદમાં બોલાચાલી કરી રિવોલ્વરથી યુવકના પગમાં ગોળી મારી દીધી, જેના કારણે રોડ પર અફરાતફરી મચી ગઈ. ઇજાગ્રસ્ત યુવકને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
Source link
