પાડોશીએ ઠપકો આપતા પ્લાનિંગ સાથે પતાવી દીધો!

પાડોશીએ ઠપકો આપતા પ્લાનિંગ સાથે પતાવી દીધો!

બિઝનેસ BUSINESS
Spread the love



અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. છેલ્લા 12 દિવસમાં શહેરમાં હત્યાનો પાંચમો બનાવ સામે આવ્યો. બહેરામપુરામાં શનિવારે મોડી રાત્રે થયેલી યુવકની કરપીણ હત્યાનો ભેદ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. માત્ર ઘરના ઓટલા પર બેસવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડામાં એક સગીર અને તેના મિત્રએ પ્લાનિંગ સાથે યુવકને મોતને ઘાટ ઉતારી દીધો. દૂધવાળી ચાલીમાં રહેતા હિમેશ પરમારની હત્યાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું કે, એકાદ વર્ષ પહેલા હિમેશે આરોપીઓને તેના ઘરના ઓટલા પર બેસવા કે મોટેથી વાતો ન કરવા બાબતે ઠપકો આપ્યો હતો. આ વાતની અદાવત રાખી સગીર વયનો આરોપી ચોટીલા દર્શન કરવા ગયો ત્યારે ત્યાંથી હત્યા કરવા માટે છરો ખરીદીને લાવ્યો. અને શનિવારે મોડી સાંજે મોકો મળતા જ હિમેશ પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને તેને પતાવી દીધો. હત્યા કર્યા બાદ આરોપી ગૌતમ ઉર્ફે ઇન્ડો સોલંકી અને તેનો સગીર મિત્ર ફરાર થઈ ગયા. જોકે, ક્રાઈમ બ્રાન્ચની ટીમે CCTV અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓને દબોચી લીધા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *