India-UAE Defence Deal: : પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે સંયુક્ત આરબ અમીરાત તેની સુરક્ષાને લઈને એલર્ટ થઈ ગયું છે. યુએઈ ભારતની સુપરસોનિક બ્રહ્મોસ ક્રુઝ મિસાઇલ ખરીદવા માટે ભારત સરકાર સાથે પણ વાતચીત કરી રહ્યું છે. આ સિવાય આકાશ એર ડિફેન્સ સિસ્ટમ પણ વાતચીતમાં સામેલ છે. ભારતની ડિફેન્સ સિસ્ટમની દ્રષ્ટિએ આ ખૂબ જ હકારાત્મક માનવામાં આવે છે.
મધ્ય પૂર્વમાં તાજેતરના સંઘર્ષ પછી અને બદલાતી પ્રાદેશિક સુરક્ષા પરિસ્થિતિઓ વચ્ચે ગલ્ફ દેશ તેની સૈન્ય ક્ષમતાઓને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ જ કારણ છે કે ખાડીના ઘણા દેશોએ વાતચીત શરૂ કરી દીધી છે. જેમાં યુએઈનો પણ સમાવેશ થાય છે, જે ભારતનું બ્રહ્મોસ ખરીદવા માંગે છે.
યુએઈએ સંખ્યાબંધ ભારતીય શસ્ત્ર પ્લેટફોર્મમાં રસ દાખવ્યો
મળતી માહિતી અનુસાર ભારતની સરકારી કંપની ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા ભારતીય સેનાના સહયોગથી વિકસિત સંપૂર્ણ ઓટોમેટિક એર ડિફેન્સ કમાન્ડ-એન્ડ-કંટ્રોલ સિસ્ટમ આકાશતીરની સંભવિત નિકાસ ઉપર પણ વિચારણા કરવામાં આવી રહ્યો છે. વાતચીતથી પરિચિત એક સૂત્રએ જણાવ્યું હતું કે યુએઈએ સંખ્યાબંધ ભારતીય શસ્ત્ર પ્લેટફોર્મમાં રસ દાખવ્યો છે.
હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર યુએઈએ બ્રહ્મોસ અને આકાશ એર ડિફેન્સ સહિત આપણા ઘણા હથિયાર પ્રણાલીઓમાં રસ દાખવ્યો છે. ભારત અને યુએઈ વચ્ચે વાતચીત પ્રારંભિક તબક્કે છે અને ઝડપથી આગળ વધી રહી છે. જોકે ભારત સરકાર અથવા યુએઈ વહીવટીતંત્રે હજી સુધી આ ઘટનાક્રમ પર સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી.
Explained : સુપર અલ નીનો શું છે? તે ભારતીય અર્થવ્યવસ્થાને કેટલી હદ સુધી પહોંચાડી શકે છે નુકસાન
યુએઈનું ધ્યાન સુરક્ષાને મજબૂત કરવા પર
સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) ઇરાન, ઇઝરાયેલ અને યુએસ વચ્ચેના પ્રાદેશિક સંઘર્ષ દરમિયાન મિસાઇલ અને ડ્રોન હુમલાના જોખમનો સામનો કર્યા પછી તેની રક્ષા ખરીદી વ્યૂહરચનાનું પુનર્મૂલ્યાંકન કરી રહ્યું છે.
