ન્યૂઝીલેન્ડમાં 25-30 વર્ષ જૂનું મફલર બતાવી ઇમોશનલ થયા પીએમ મોદી, કહ્યું – આજે પણ સંભાળીને રાખ્યું છે

ન્યૂઝીલેન્ડમાં 25-30 વર્ષ જૂનું મફલર બતાવી ઇમોશનલ થયા પીએમ મોદી, કહ્યું – આજે પણ સંભાળીને રાખ્યું છે

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


PM Modi New Zealand Go to : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં ભારતીય સમુદાયના કાર્યક્રમમાં હાજરી આપી હતી અને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે તેઓ તેમની સાથે 140 કરોડ ભારતીયોની શુભેચ્છાઓ લઈને આવ્યા છે અને તેમના માટે આ ખૂબ જ સૌભાગ્યની વાત છે કે તેઓ 40 વર્ષમાં ન્યૂઝીલેન્ડની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડા પ્રધાન બન્યા છે.

પીએમ મોદીએ લોકોની જોરદાર તાળીઓ વચ્ચે કહ્યું કે લગભગ 25-30 વર્ષ પહેલા, જ્યારે હું કોઈ સરકારનો ભાગ ન હતો અને જાહેર જીવનમાં ઘણા લોકો મને ઓળખતા ન હતા, ત્યારે મને ન્યૂઝીલેન્ડ આવવાની તક મળી હતી. તે સમયે કોઈએ મને ત્રણ વસ્તુઓ એક મફલર, એક ટોપી અને એક મોજા આપ્યા હતા. તેમાંથી એક વસ્તુ આજે હું આ કાર્યક્રમમાં લઈને આવ્યો છું. 

મેં આ મફલરનો ઘણી વખત ઉપયોગ કર્યો છે: પીએમ મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ મફલર જે મેં આટલા વર્ષો સુધી મારી પાસે રાખ્યું હતું અને તેનો ઘણી વખત ઉપયોગ કર્યો હતો. હું તેને ખાસ કરીને સાથે લાવ્યો છું કારણ કે મને ખબર પડી કે અહીં ખૂબ ઠંડી છે. હું તેનું તેવી રીતે જ ધ્યાન રાખું છું જેમ હું મારા મારા માટે તમારા પ્રેમનું ધ્યાન રાખું છું. 

પીએમ મોદીએ કહ્યું કે વિશ્વભરના પડકારો વચ્ચે ભારત આજે જે ઝડપે વિકાસ કરી રહ્યું છે તે અભૂતપૂર્વ છે. હું તમને ભારતની સિદ્ધિઓનો ગુલદસ્તો ભેટ આપીશ. હું તેને તમારા માટે લાવ્યો છું. અત્યારે ભારત દુનિયામાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. ભારત વિશ્વનો સૌથી મોટો વેક્સીન ઉત્પાદક દેશ છે. મોબાઇલ ડેટાના ઉપયોગની દ્રષ્ટિએ ભારત વિશ્વના અગ્રણી દેશોમાં સામેલ છે. આજે ભારત વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઈલ ફોન ઉત્પાદક છે. ભારત વિશ્વમાં ઘઉંનો બીજો સૌથી મોટો ઉત્પાદક છે. 

અંતરિક્ષ ક્ષેત્ર ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની આર્થિક ભાગીદારીને દેખાડે છે : પીએમ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે અંતરિક્ષ ક્ષેત્ર પોતે જ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આર્થિક ભાગીદારીની અપાર સંભાવનાઓ દર્શાવે છે. આ જ ભાવના આપણા વેપાર કરારમાં પ્રતિબિંબિત થાય છે. આ સમજૂતી વિકસિત ભારત તરફની આપણી યાત્રાને વેગ આપશે. તેનાથી ભારત અને ન્યુઝીલેન્ડ બંનેમાં બિઝનેસ માટે નવી તકો ઊભી થશે. આપણા બંને દેશો વચ્ચે અન્ય એક મહત્વપૂર્ણ સમાનતા છે. આ સમાનતા એ આપણી મૂળ સંસ્કૃતિઓની ઉજવણી અને જાળવણી માટે અમારી સહિયારી પ્રતિબદ્ધતા છે. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે ભારત અને ન્યૂઝીલેન્ડ સ્પોર્ટ્સ સંબંધોના 100 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. 100 વર્ષ પહેલા આપણી હોકી ટીમ રમવા માટે ન્યૂઝીલેન્ડ ગઈ હતી. તે પ્રવાસ દરમિયાન મેજર ધ્યાનચંદની રમતની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. તેમની હોકીની રમતે ન્યુઝીલેન્ડવાસીઓનું દિલ જીતી લીધું હતું. કન્ટેન્ટ ક્રિએટર્સની ભાષામાં કહીએ તો આ કોલાબ (સાથે મળીને કામ કરવાનો). ભારત અને ન્યૂઝીલેન્ડ રમતગમતમાં સાથે મળીને કામ કરી શકે છે. 





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *