દેવભૂમિ દ્વારકા જિલ્લાના અદભુત દૃશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. વહેલી સવારથી જ ખંભાળિયા તથા આસપાસના વિસ્તારમાં ગાઢ ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. ધુમ્મસની ચાદર છવાતા વિઝિબિલિટીમાં ઘટાડો થયો હતો જેને લઈને વાહનચાલકોએ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. સાથે જ ધોળા દિવસે પણ વાહનોની લાઈટો ચાલુ રાખવાની ફરજ પડી હતી. બદલાયેલા વાતાવરણને પગલે સ્થાનિક ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. દૃશ્યો જોતા દ્વારકા જાણે હિલ સ્ટેશન બની ગયું હોય તેવું વાતાવરણ જોવા મળ્યું હતું.
Source link
