કુકેત ઘટના પછી DGCA નો મોટો નિર્ણય, ફ્લાઇટ ઉડાવતા પહેલા હવે પાયલોટનો થશે ડ્રગ ટેસ્ટ

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


ફુકેતથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ અચાનક ઊંચાઈ ઓછી થવાથી અને તેના પાયલોટનો ડ્રગ્સ પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ ઉડ્ડયન સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. હવે દેશની તમામ એરલાઇન્સના પાઇલોટનું એક વખત ડ્રગ ટેસ્ટિંગ કરવામાં આવશે.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) એ ઓગસ્ટમાં તમામ ભારતીય એરલાઇન્સને આ નિર્દેશ આપ્યો હતો. આ અંતર્ગત તમામ પાયલટ્સનું જુલાઈ 2027 સુધીમાં એકવાર સાયકોએક્ટિવ સબ્સટેંસ માટે ટેસ્ટ કરવામાં આવશે. દેશની એરલાઇન્સમાં લગભગ 14,000 પાઇલટ્સ કામ કરે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમનું ટેસ્ટિંગ શરૂ થઈ ચૂક્યું છે.

એર ઈન્ડિયા ગ્રુપે પહેલાથી જ તપાસ શરૂ કરી દીધી હતી

4 ઓગસ્ટના રોજ ફૂકેતથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ સાથે જોડાયેલી ઘટના બાદ એર ઇન્ડિયા ગ્રુપે તેમના સ્તર પર લગભગ 5,000 પાઇલોટના રેન્ડમ ડ્રગ ટેસ્ટ શરૂ કર્યા હતા. જેમાં એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસના પાઇલોટનો સમાવેશ થાય છે.

4 સપ્ટેમ્બરના રોજ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (એસીબી) એ ફુકેત-દિલ્હી ફ્લાઇટના કમાન્ડરનો ડ્રગ્સ ટેસ્ટ પોઝિટિવ હોવાનો ખુલાસો કર્યાના કલાકો પછી એર ઇન્ડિયાએ પાઇલટની નોકરી સમાપ્ત કરી દીધી હતી.

વર્ષમાં એકવાર ટેસ્ટ કરવાની તૈયારી 

સિવિલ એવિએશન મંત્રી કે.રામમોહન નાયડુએ કહ્યું છે કે સાયકોએક્ટિવ સબ્સટેંસની તપાસ સંબંધિત નવા અને પહેલા કરતા વધારે નિયમોનો ડ્રાફ્ટ  ડીજીસીએ આ મહિનાના અંત સુધીમાં જાહેર કરી શકે છે.

નાયડુએ ઓગસ્ટમાં કહ્યું હતું કે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ડીજીસીએને સૂચન કર્યું છે કે તમામ પાઇલટ્સનું વર્ષમાં એકવાર ડોપ ટેસ્ટ થવું જોઈએ. હાલના નિયમો હેઠળ દર વર્ષે 10 ટકા પાઇલટ્સનું રેન્ડમ ટેસ્ટ ફરજિયાત છે.

પોઝિટિવ આવે તો તરત જ ફ્લાઈંગ ડ્યુટીમાંથી હટાવી દેવામાં આવે છે

ડીજીસીએના નિયમો અનુસાર કર્મચારીના યૂરિન સેમ્પલને બે અલગ અલગ કન્ટેનરમાં રાખવામાં આવે છે. પ્રથમ કન્ટેનરમાંથી તરત જ સ્ક્રીનિંગ ટેસ્ટ કરવામાં આવે છે. જો પરિણામ પોઝિટિવ આવે છે એટલે કે સાયકોએક્ટિવ સબ્સટેંસની હાજરીનો સંકેત મળે છે તો સંબંધિત પાઇલટને તરત જ ફ્લાઇંગ ડ્યુટીમાંથી દૂર કરવામાં આવે છે.

આ પછી અન્ય કન્ટેઇનરમાં રાખેલા નમૂનાને પુષ્ટિ પરીક્ષણ માટે નિયુક્ત લેબમાં મોકલવામાં આવે છે. આ એટલા માટે કરવામાં આવે છે કારણ કે પ્રારંભિક સ્ક્રિનિંગમાં કેટલીક દવાઓ, ખોરાક અથવા તકનીકી કારણો ખોટા હકારાત્મક પરિણામ આપી શકે છે.

દરેક પોઝિટિવ ટેસ્ટને સીધો ડ્રગનો દુરૂપયોગ માનવામાં આવતો નથી

જો કન્ફર્મેટરી ટેસ્ટ પણ પોઝિટિવ આવે છે તો સંબંધિત સંગઠનના મેડિકલ ઇન્ચાર્જ મેડિકલ રિવ્યુ ઓફિસર (એમઆરઓ) ની સલાહ લે છે. આનો હેતુ એ શોધવાનો છે કે પોઝિટિવ પરિણામ કોઈ માન્ય મેડિકલ સારવારને કારણે તો આવ્યું તો નથીને. ઉદાહરણ તરીકે કોડિન ધરાવતી કેટલીક પીડાની દવાઓ લેવાથી ઓપિએટ્સ માટે ટેસ્ટ પોઝિટિલ આવી શકે છે. જો એમઆરઓ તેને ડ્રગ્સના ઉપયોગનો કેસ માને છે, તો સંબંધિત કર્મચારી સામે કાર્યવાહી શરૂ કરવામાં આવે છે.

પહેલી ભૂલ માટે રિહૈબિલિટેશન, ત્રીજી વખત લાઇસન્સ રદ 

પ્રથમ વખત ડ્રગ ટેસ્ટ પોઝિટિવ આવ્યા પછી કર્મચારીને નિષ્ણાત ડોક્ટર, સલાહકાર અથવા વ્યસન મુક્તિ કેન્દ્ર દ્વારા રિહૈબિલિટેશન પ્રોગ્રામમાં મોકલવામાં આવે છે. ફરી ડ્યુટી પર પરત ફરવા માટે તેને નવો ટેસ્ટ કરાવવો પડે છે, જેમાં રિપોર્ટ નેગેટિવ આવવો જરુરી છે. આ સાથે સંસ્થાના મેડિકલ ઇન્ચાર્જ પાસેથી ફિટનેસ સર્ટિફિકેટ પણ લેવું પડે છે.

જો પ્રથમ વખત પોઝિટિવ આવ્યા બાદ ફરજ પર પરત ફરેલા કર્મચારીનો ટેસ્ટ ફરી પોઝિટિવ આવે તો તેનું લાઇસન્સ ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરી શકાય છે. ત્રીજી વખત ટેસ્ટ પોઝિટિવ આવે તો લાઇસન્સ રદ કરવામાં આવે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *