wpl most runs: વુમન પ્રીમિયર લીગ ઓલ ટાઇમ હાઈએસ્ટ રન કોણે બનાવ્યા છે? જાણો ટોપ 10 ખેલાડીઓ

wpl most runs: વુમન પ્રીમિયર લીગ ઓલ ટાઇમ હાઈએસ્ટ રન કોણે બનાવ્યા છે? જાણો ટોપ 10 ખેલાડીઓ

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


સ્પોર્ટ્સ ડેસ્ક | અમદાવાદ: મહિલા પ્રીમિયર લીગ (WPL) ઓલ સિઝન હાઇએસ્ટ રન કોણે બનાવ્યા છે? આ સવાલ થતાં આપણા મનમાં સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા કે હરમન પ્રીત કૌર જેવા ભારતીય ખેલાડીઓ યાદ આવી જાય. પરંતુ સૌથી વધુ રનનો રેકોર્ડ વિદેશી ખેલાડી નેટ સેવિયર બ્રન્ટ ધરાવે છે. આ એક માત્ર એવી ખેલાડી છે જેણે 1000 કરતાં વધુ રન બનાવ્યા છે. ગત સિઝન 2025 સુધી તેણીએ 1027 રન બનાવ્યા હતા. આ સિઝનમાં અત્યાર સુધી તેણીએ 1101 રન બનાવ્યા છે. 

નેટ સ્કિવર બ્રન્ટ: WPL રન મશીન

મુંબઈ ઇન્ડિયન્સની સ્ટાર ઓલરાઉન્ડર નેટ સ્કિવર બ્રન્ટ (Nat Sciver-Brunt) અત્યારે WPL ના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે પોતાની શાનદાર બેટિંગથી 1027 રન બનાવીને પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. આ વખતે ચોથી સિઝન 2026 માં પણ તે આગળ છે. અત્યાર સુધી તેણીએ આ લીગમાં 31 મેચ રમી 1101 રન બનાવ્યા છે. તેની પાછળ ઓસ્ટ્રેલિયાની મેગ લેનિંગ અને એલિસ પેરી છે.

WPL ઇતિહાસમાં સૌથી વધુ રન (ઓલ-ટાઇમ ટોપ 10 યાદી)

અહીં WPL ની તમામ સીઝનના સૌથી વધુ રન બનાવનાર ટોપ ખેલાડીઓના આંકડા જુઓ

ક્રમ ખેલાડીનું નામ મેચ કુલ રન
1 નેટ સ્કિવર બ્રન્ટ (Nat Sciver-Brunt) 31 1101
2 મેગ લેનિંગ (Meg Lanning) 28 982
3 એલિસ પેરી (Ellyse Perry) 25 972
4 હરમનપ્રીત કૌર (Harmanpreet Kaur) 29 945
5 શેફાલી વર્મા (Shafali Verma) 29 887
6 હેલી મેથ્યુઝ (Hayley Matthews) 29 758
7 એસ્લે ગાર્ડનર (Ashleigh Gardner) 27 681
8 સ્મૃતિ મંધાના (Smriti Mandhana) 27 664
9 ઋચા ઘોષ (Richa Ghosh) 27 631
10 ગ્રેસ હેરિસ (Grace Harris) 23 606

ભારતીય બેટરોનું પ્રદર્શન

ભારતીય મહિલા ખેલાડીઓની વાત કરીએ તો કેપ્ટન હરમનપ્રીત કૌર સૌથી આગળ છે. તેણે 945 રન સાથે ચોથું સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે યુવા ઓપનર શેફાલી વર્મા 887 રન સાથે પાંચમા નંબરે છે. આરસીબી (RCB) ની કેપ્ટન સ્મૃતિ મંધાના અત્યાર સુધી 664 રન સાથે 8મા નંબરે છે. 

વિદેશી ખેલાડીઓનો દબદબો

WPL ઓલ ટાઇમ સર્વાધિક રન યાદીમાં ટોપ 3 માં ત્રણેય વિદેશી ખેલાડીઓ છે, જે દર્શાવે છે કે WPL માં ઇન્ટરનેટ નેશનલ સ્ટાર્સે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. નટ સેવિયર બ્રન્ટ પ્રથમ ક્રમે, મેગ લેનિંગ બીજા ક્રમે અને એલિસ પેરી ત્રીજા ક્રમે છે. એલિસ પેરી (972) અને મેગ લેનિંગ (982) જે રીતે રન બનાવી રહ્યા છે, તે જોતા ટૂંક સમયમાં તેઓ પણ 1000 રનનો આંકડો વટાવી જશે.

WPL સર્વાધિક રન વિશે જાણવા જેવા FAQ

WPL માં 1000 રન કરનાર પ્રથમ ખેલાડી કોણ છે? 

નેટ સ્કિવર બ્રન્ટ (Nat Sciver-Brunt) WPL માં 1000 રનનો આંકડો પાર કરનાર સૌપ્રથમ અને એકમાત્ર ખેલાડી છે.

સ્મૃતિ મંધાના કયા ક્રમે છે? 

સ્મૃતિ મંધાના 664 રન સાથે અત્યારે ઓલ-ટાઇમ રન લિસ્ટમાં આઠમા ક્રમે છે.

સૌથી વધુ રન બનાવનાર ભારતીય ખેલાડી કોણ છે? 

હરમનપ્રીત કૌર (945 રન) બનાવી અત્યારે WPL માં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટર છે.

WPL માં કયા ખેલાડીએ સદી ફટકારી છે?

મહિલા પ્રીમિયર લીગ (WPL) ની અત્યાર સુધીની ત્રણ સિઝનમાં કોઇ ખેલાડીએ સદી ફટકારી નથી. 

WPL માં કયા ખેલાડીએ હાઇએસ્ટ સ્કોર કર્યો છે?

RCB ની શોફિયા ડિવાઇન અને યૂપી વોરિયર્સની જ્યોર્જિયા વોલના નામે આ હાઇએસ્ટ સ્કોરનો રેકોર્ડ છે. બંને એક રનથી સદી ચૂક્યા છે. તેમણે 99 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો | વુમન્સ પ્રીમિયર લીગ : 5 ટીમો, 28 દિવસ, 22 મેચ, ટૂર્નામેન્ટ કાર્યક્રમ, લાઇવ સ્ટ્રીમિંગ સહિત બધી જાણકારી



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *