Video Viral: મારુતિ 800 બની ગઈ લમ્બોરગિની! આ ભાઈનો દેશી જુગાડ જોઈને આનંદ મહિન્દ્રા પણ થઈ જશે હેરાન

Video Viral: મારુતિ 800 બની ગઈ લમ્બોરગિની! આ ભાઈનો દેશી જુગાડ જોઈને આનંદ મહિન્દ્રા પણ થઈ જશે હેરાન

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

Automotive Video Viral: મોટા સપના જોવા માટે મોટા શહેર કે ખૂબ પૈસા હોવા જરૂરી નથી, પરંતુ મહેનત અને જુસ્સો હોય તો, કોઈપણ સપનું સાકાર કરી શકાય છે. આજકાલ સોશિયલ મીડિયા પર ઝારખંડના એક મિકેનિકની કહાની ઝડપથી વાયરલ થઈ રહી છે, જેણે પોતાની મહેનતથી એક સાધારણ કારને સુપરકાર જેવો લુક આપી દીધો છે. જોકે, જૂની મારુતિને લક્ઝરી સ્પોર્ટ્સ કારમાં ફેરવવાનો આ વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો!

મારુતિ 800 છે કે લમ્બોરગિની?
મારુતિ 800 છે કે લમ્બોરગિની?

કહેવાય છે કે ‘જરૂરિયાત એ શોધની જનની છે’ અને જ્યારે પ્રતિભા સાથે મજબૂત ઈચ્છાશક્તિ ભળે ત્યારે અશક્ય કામ પણ શક્ય બને છે. આવો જ એક કિસ્સો ઝારખંડમાંથી સામે આવ્યો છે, જ્યાં એક સામાન્ય મિકેનિકે પોતાની મહેનત અને ટેકનિકલ સૂઝબૂઝથી જૂની મારુતિ 800 કારને લક્ઝરી સ્પોર્ટ્સ કાર ‘લમ્બોરગિની’ (Lamborghini)માં ફેરવી નાખી છે. આ દેશી લમ્બોરગિનીનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

ઝારખંડના સરાયકેલા-ખરસાવાં જિલ્લાના ચાંડિલમાં રહેતા મોહમ્મદ આરિફ વ્યવસાયે કાર મિકેનિક છે. તેમના વિસ્તારમાં લોકો તેમને ‘ટાર્ઝન’ના નામથી ઓળખે છે. ઘણા વર્ષોથી ગાડીઓ પર કામ કરતાં-કરતાં તેમના મનમાં એક ખાસ કાર બનાવવાનું સપનું હતું. બાળપણમાં જોયેલી ફિલ્મ ‘ટાર્ઝન: ધ વન્ડર કાર’થી તેમને ઘણી પ્રેરણા મળી હતી, ત્યાર પછી તેમણે કંઈક અલગ કરવાનું નક્કી કર્યું. પોતાના આ જ સપનાને પૂરું કરવા માટે આરિફે એક જૂની મારુતિ 800 કાર લીધી અને તેને સંપૂર્ણપણે બદલવાનું કામ શરૂ કર્યું હતું. અંદાજે બે વર્ષની મહેનત પછી તેમણે આ કારને લમ્બોરગિની એવેન્ટાડોર (Lamborghini Aventador) જેવી દેખાતી સ્પોર્ટ્સ કાર બનાવી દીધી હતી. ખાસ વાત એ છે કે, આ આખું કામ તેમણે પોતાની નાની અમસ્તી વર્કશોપ ‘ટાર્ઝન ગેરેજ’માં જ કર્યું છે.

કહેવામાં આવી રહ્યું છે કે, આ કારને તૈયાર કરવામાં અંદાજે 4 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. કારની બોડી, ડિઝાઇન અને મોટાભાગના મોડિફિકેશન આરિફે પોતે જ કર્યા છે, જ્યારે કેટલીક વસ્તુઓ જેવી કે એલઈડી લાઈટ્સ અને મ્યુઝિક સિસ્ટમ બહારથી મંગાવવામાં આવી હતી. પહોળી બોડી, સ્પોર્ટી ડિઝાઇન અને મોટા એલોય વ્હીલ્સને કારણે આ કાર જોવામાં બિલકુલ સુપરકાર જેવી લાગે છે. આ અનોખી કારનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર miya_bhai99110 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવેલા આ વીડિયોને લાખો લોકો જોઈ ચૂક્યા છે. યુઝર્સ કમેન્ટ કરીને આરિફની મહેનત અને અનોખી કામગીરીનાં જોરદાર વખાણ કરી રહ્યા છે. જૂની મારુતિને લક્ઝરી સ્પોર્ટ્સ કારમાં ફેરવવાનો આ વીડિયો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે, કારનો લુક એટલો આકર્ષક છે કે પહેલી નજરે તેને ઓળખવી મુશ્કેલ છે કે આ સાચેમાં મારુતિ 800 છે કે કોઈ મોંઘીદાટ લક્ઝ્યુરસ કાર. ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે કે, આ ભાઈનો દેશી જુગાડ જોઈને આનંદ મહિન્દ્રા પણ  હેરાન થઈ જશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *