VIDEO: બ્રિટિશ સંસદમાં મહિલા સાથેની દલીલ દરમિયાન વડાપ્રધાન સ્ટાર્મરે કર્યો ‘કામસૂત્ર’નો ઉલ્લેખ

VIDEO: બ્રિટિશ સંસદમાં મહિલા સાથેની દલીલ દરમિયાન વડાપ્રધાન સ્ટાર્મરે કર્યો ‘કામસૂત્ર’નો ઉલ્લેખ

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:

બ્રિટિશ સંસદમાં સરકાર અને વિપક્ષ વચ્ચે દલીલ ચાલી રહી હતી. બંને તરફથી આરોપ-પ્રતિઆરોપ લગાવી રહ્યા હતા. પરંતુ આ વચ્ચે લોકતંત્રના સૌથી જૂના મંદિર એટલે કે બ્રિટિશ સંસદમાં કામસૂત્ર નામનો શબ્દ ગૂંજી ઉઠ્યો.

બ્રિટિશ વડાપ્રધાને ભાંગરો વાટ્યો
બ્રિટિશ વડાપ્રધાને ભાંગરો વાટ્યો

Keir Starmer viral video: બ્રિટિશ સંસદમાં સરકાર અને વિપક્ષ વચ્ચે દલીલ ચાલી રહી હતી. બંને તરફથી આરોપ-પ્રતિઆરોપ લગાવી રહ્યા હતા. પરંતુ આ વચ્ચે લોકતંત્રના સૌથી જૂના મંદિર એટલે કે બ્રિટિશ સંસદમાં કામસૂત્રનો શબ્દ ગૂંજી ઉઠ્યો. વડાપ્રધાન કીર સ્ટાર્મરે દલીલ કરતા કરતા કંઈક એવું કહી દીધું કે, સાંભળનાર દંગ રહી ગયા. કન્ઝર્વેટિવ નેતા કેમી બેડનોકે સરકાર પર નીતિઓમાં વારંવાર ફેરફારને લઈને સવાલ ઉઠાવ્યા હતા. તેના જવાબમાં વડાપ્રધાન કીર સ્ટાર્મરના મોંમાંથી ચોંકાવનારા શબ્દો સરી પડ્યા. આ આખી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં આખી સંસદમાં સ્ટાર્મરના વિવાદ પર ઘણા લોકો હસવા લાગ્યા તો કેટલાક લોકો નવાઈમાં પડી ગયા.

હકીકતમાં, વડાપ્રધાન કીર સ્ટાર્મર પોતાની સરકાર પર લાગેલા ‘યુ-ટર્ન’ના આરોપોનો જવાબ આપી રહ્યા હતા. તેમણે કન્ઝર્વેટિવ પાર્ટીના છેલ્લા 14 વર્ષના શાસનની સીધી તુલના ‘કામસૂત્ર’ સાથે કરી દીધી. તેઓ કન્ઝર્વેટિવ પાર્ટીની નેતા કેમી બેડેનોકને જવાબ આપી રહ્યા હતા.

આ મામલાની શરૂઆત પણ કેમી બેડેનોકે જ કરી હતી. કન્ઝર્વેટિવ નેતા કેમી બેડેનોકે બ્રિટનમાં કામ કરવા માટે ‘ડિજિટલ આઈડી કાર્ડ’ ફરજિયાત બનાવવાની યોજના સામે વિરોધ નોંધાવ્યો હતો અને સરકાર દ્વારા આ યોજના પાછી ખેંચવાના નિર્ણયની પણ મજાક ઉડાવી હતી. તેણે કહ્યું કે, ‘હેલ્થ સેક્રેટરીએ કાલે કહ્યું હતું કે વડાપ્રધાને નવા વર્ષમાં સંકલ્પ લીધો છે કે હવે કોઈ પણ કામ પહેલી જ વારમાં બરાબર રીતે કરવાનો પ્રયાસ કરશે.’ આ વાત સાંભળીને સભામાં હાજર બધા લોકો હસી પડ્યા હતા.

આ પછી સ્ટાર્મર ઊભા રહ્યા અને કન્ઝર્વેટિવ પાર્ટી પર સીધો પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે, છેલ્લા 14 વર્ષમાં આ પાર્ટીએ પોતાની નીતિઓ અને નેતાઓ એટલી વાર બદલ્યા છે કે ‘કામસૂત્ર’ની પોઝિશન પણ ઓછી પડી જાય. સ્ટાર્મરે જોરદાર પ્રહાર કરતા કહ્યું, ‘14 વર્ષ, 5 વડાપ્રધાન, 6 ચાન્સલર અને 16 હાઉસિંગ મિનિસ્ટર… આ લોકોએ કામસૂત્ર કરતાં પણ વધુ પોઝિશન બદલી છે. એમાં કોઈ આશ્ચર્ય નથી કે હવે એ લોકો થાકી ગયા છે અને દેશને પણ બરબાદ કરી નાખ્યો છે.’ સ્ટાર્મરના આ નિવેદન પછી સંસદમાં હાસ્ય અને ગુસ્સાનો એવો માહોલ સર્જાયો કે થોડીવાર માટે કાર્યવાહી અટકાવી દેવી પડી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *