VIDEO: કાતિલ ઠંડી વચ્ચે ઉઘાડા ડીલે અમદાવાદના યુવકે લાલ ચોકમાં ફરકાવ્યો તિરંગો, ‘વંદે મારતમ્’ના લગાવ્યા નારા

VIDEO: કાતિલ ઠંડી વચ્ચે ઉઘાડા ડીલે અમદાવાદના યુવકે લાલ ચોકમાં ફરકાવ્યો તિરંગો, ‘વંદે મારતમ્’ના લગાવ્યા નારા

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

Republic Day 2026: કાશ્મીરમાં કાતિલ ઠંડી વચ્ચે અમદાવાદના એક યુવકે શ્રીનગરના લાલ ચોક ખાતે પોતાના શરીરને તિરંગાના રંગે રંગીને રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો અને ભારત માતા કી જયના નારા લગાવ્યા.

અમદાવાદના યુવકે લાલ ચોકમાં ફરકાવ્યો તિરંગો
અમદાવાદના યુવકે લાલ ચોકમાં ફરકાવ્યો તિરંગો

77th Republic Day Celebration: ગણતંત્ર દિવસના અવસર પર જ્યારે આખો દેશ તિરંગો ફરકાવીને ઉજવણી કરી રહ્યો છે, ત્યારે કાશ્મીરના શ્રીનગરમાં પણ એક અલગ જ નજારો જોવા મળ્યો. અહીં ઠંડી એટલી ભયાનક હતી કે હાથ-પગ જામી જાય, પણ એક યુવાનના દિલમાં દેશભક્તિનો જોશ એટલો હતો કે ઠંડી પણ ગરમ લાગવા માંડી!

આ યુવાનનું નામ છે મદુન હરિયાણવી. તે અમદાવાદથી શ્રીનગર લાલચોક ખાતે પહોંચ્યો હતો. તેણે પોતાના આખા શરીર પર તિરંગાના ત્રણ રંગ – કેસરી, સફેદ અને લીલો રંગાવ્યા હતા. તેના એક હાથમાં મોટો તિરંગો હતો, તો બીજા હાથમાં બ્રહ્મોસ મિસાઇલનું નાનું મોડેલ પકડી રાખ્યું હતું. છાતી પર મોટા અક્ષરે “ભારત” લખેલું હતું. અને મોઢેથી સતત “ભારત માતા કી જય!”, “વંદે માતરમ્!” જેવા નારા લગાવતો હતો.

અમદાવાદથી શ્રીનગર પહોંચ્યો યુવક

આ યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ ગયો છે. લોકો કહે છે કે આવી દેશભક્તિ જોઈને ગર્વ થાય છે. આ યુવકે કહ્યું કે, “મારું નામ મદુન હરિયાણવી છે, હું અમદાવાદથી આવ્યો છું. સૌથી પહેલા બધાને ગણતંત્ર દિવસની હાર્દિક શુભેચ્છાઓ! હું 2022થી અહીં આવું છું અને આ રીતે તિરંગો લહેરાવું છું.”

PM મોદીને આપ્યો મેસેજ

તેણે કહ્યું કે, “આજે હું ભારત સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને એક મેસેજ આપવા માંગું છું – આજનો યુવાન ફક્ત સપનાં જ નથી જોતો, પણ તે સપનાં આંખની સામે પૂરાં થતાં જુએ છે. હું એક વખત નરેન્દ્ર મોદીજીને મળવા માંગું છું.”

હવે લાલ ચોક પર તિરંગો ફરકાવવાથી ડર નથી લાગતો

શ્રીનગરના લાલ ચોકને જ મદુન હરિયાણવીએ કેમ પસંદ કર્યો? આ સવાલનો જવાબ આપતા યુવકે કહ્યું કે, “પહેલાં લાલ ચોક પર તિરંગો લહેરાવવો એ મોટી હિંમતની વાત હતી. આતંકીઓનો ડર હતો. પણ આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. કોઈ ડર નથી લાગતો. હકીકતમાં 1992માં પહેલી વખત નરેન્દ્ર મોદીજીએ જ અહીં તિરંગો લહેરાવ્યો હતો, જ્યારે હાલાત ખૂબ ખરાબ હતા. પણ આજે પીએમ મોદીના કારણે અહીં શાંતિ છે. હું દર વર્ષે અહીં આવું છું અને તિરંગો લહેરાવું છું. મારી ઇચ્છા છે કે દેશના દરેક ખૂણામાં આવી જ શાંતિ અને એકતા રહે.”



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *