VIDEO: અભિષેક શર્માએ પહેલા જ છગ્ગામાં દડાની દશા બગાડી નાખી, પહેલી જ ઓવરમાં બોલ બદલવો પડ્યો

VIDEO: અભિષેક શર્માએ પહેલા જ છગ્ગામાં દડાની દશા બગાડી નાખી, પહેલી જ ઓવરમાં બોલ બદલવો પડ્યો

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની ટી20 સીરિઝની આજે છેલ્લી અને 5મી મેચ તિરુવનંતપુરમમાં ગ્રીનફીલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જો કે પહેલી જ ઓવરમાં બોલ બદલવો પડ્ય હતો.

અભિષેક શર્માનો છગ્ગો
અભિષેક શર્માનો છગ્ગો

નવી દિલ્હી: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની ટી20 સીરિઝની આજે છેલ્લી અને 5મી મેચ તિરુવનંતપુરમમાં ગ્રીનફીલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય લીધો હતો. જ્યારે ઓપનિંગ કરવા ઉતરેલા અભિષેક શર્માએ ઇનિંગની શરૂઆતમાં જ પોતાનો તોફાની અંદાજ બતાવ્યો. તેણે પહેલા બે બોલ પર એક પણ રન બનાવ્યો નહીં, પરંતુ ત્રીજા બોલ પર જેકબ ડફીના બોલ પર લાંબો છગ્ગો ફટકારી ટીમનું ખાતું ખોલ્યું. આ શોટ એવો જોરદાર હતો કે, અમ્પાયર્સને બોલ બદલવો પડ્યો.

અભિષેક શર્માએ ફરી એકવાર આ સિરીઝમાં છગ્ગો મારીને પોતાનું ખાતું ખોલ્યું. તેણે જેકબ ડફીના બોલ પર કવર ઉપરથી શોટ રમ્યો અને 6 રન મેળવ્યા, જેના કારણે સ્ટેડિયમમાં બેઠેલા ફેન્સમાં ઉત્સાહ છવાઈ ગયો. પણ આ શાનદાર છગ્ગા પછી એક અનોખી ઘટના બની. અમ્પાયર્સે બોલની તપાસ કરી અને જોયું કે બોલનો આકાર બગડી ગયો છે. ખરેખર, છગ્ગો લાગ્યા પછી બોલ બાઉન્ડ્રી પાર કંક્રીટ અથવા કોઈ કઠણ સપાટી સાથે અથડાઈ, જેના કારણે તેનો આકાર બદલાઈ ગયો.

નિયમ મુજબ, મેચમાં ઉપયોગ થતા બોલનો આકાર બગડી જાય તો તેને બદલવો જરૂરી હોય છે. અમ્પાયર્સે તરત નવી બોલ લાવવાનો નિર્ણય કર્યો અને થોડીવાર માટે રમત અટકાવી. આ ઘટના મેચની શરૂઆતની ઓવરમાં જ બની, જેને જોઈને ફેન્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. અભિષેક શર્માએ પોતાની તોફાની ઇનિંગ ચાલુ રાખી અને પહેલા ઓવરમાં કુલ 14 રન બનાવ્યા, જેમાં 1 છગ્ગા ઉપરાંત 2 ચોગ્ગા પણ સામેલ હતા.

અભિષેક શર્માએ આ મેચમાં ધમાકેદાર શરૂઆત તો કરી, પણ તે તેને મોટા સ્કોરમાં ફેરવી શક્યો નહીં. અભિષેક શર્મા 16 બોલમાં 30 રન બનાવીને આઉટ થઈ ગયો. આ દરમિયાન તેમણે 187.50ની સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી, જેમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ હતા. પણ લૉકી ફર્ગ્યુસનની એક શાનદાર બોલ પર તે ચૂકી ગયો અને ક્લીન બોલ્ડ થઈ ગયો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *