વાસ્તુ શાસ્ત્ર અનુસાર કિચનને સ્વચ્છ રાખવુ જોઈએ. કિચનમાં ચાંદી કે સ્ટીલના કળશમાં જળ ભરીને રાખવુ શુભ ગણાય છે.
રસોડામાં લીલા પાંદડાવાળા શાકભાજી રાખવાથી સમૃદ્ધિનું પ્રતીક છે.
ઘરમાં સુખ સમૃદ્ધિ મેળવવા માટે રસોડામાં એક ચપટી હળદર રાખવી જોઈએ. રસોડામાં ગોળ અને ધાણા એકસાથે રાખવા શુભ માનવામાં આવે છે.
રસોડામાં કપડામાં લવિંગ બાંધીને રાખવાથી ઘરમાં આર્થિક વૃદ્ધિ થાય છે. રસોડામાં કપૂર અને લવિંગ એકસાથે રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.
રસોડાની દક્ષિણ-પૂર્વ દિશામાં લાલ કપડું રાખવું શુભ માનવામાં આવે છે.
રસોડામાં કાચના વાસણમાં ક્યારેય મીઠું ન રાખવું જોઈએ. રસોડામાં નાનો અરીસો રાખવાથી આર્થિક લાભ થાય છે.






