UPSC EWS Rip-off : શું નકલી EWS સર્ટિફિકેટ દ્વારા IAS અધિકારી બનશે IPS આસ્થા જૈન? જાણો પસંદગી સામે કેમ થઈ રહ્યા છે સવાલ

UPSC EWS Rip-off : શું નકલી EWS સર્ટિફિકેટ દ્વારા IAS અધિકારી બનશે IPS આસ્થા જૈન? જાણો પસંદગી સામે કેમ થઈ રહ્યા છે સવાલ

બ્લોગ BLOG
Spread the love


Final Up to date:

Aastha Jain UPSC EWS Rip-off: UPSC સિવિલ સેવા પરીક્ષા 2025 માં નવમી રેન્ક લાવનાર IPS અધિકારી આસ્થા જૈનના સિલેક્શન પર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. ઘણાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ અને યુઝર્સ દાવો કરી રહ્યા છે કે, તેમનું સિલેક્શન પહેલા જનરલ કેટેગરીમાં થયું હતું, તો IPS બન્યા બાદ તેઓ EWS કેટેગરીમાં કઈ રીતે સિલેક્ટ થઈ શકે. ચાલો જાણીએ સમગ્ર વિવાદ શું છે.

આસ્થા જૈન
આસ્થા જૈન

Aastha Jain UPSC EWS Rip-off: યુપીએસસી સિવિલ સેવા પરીક્ષા 2025 ના ફાઇનલ રિઝલ્ટ સાથે જોડાયેલો વધુ એક વિવાદ સામે આવ્યો છે. જે સિવિલ સેવા પરીક્ષામાં નવમી રેન્ક હાંસલ કરનાર આસ્થા જૈન સાથે સંકળાયેલો છે. ઘણા સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ આરોપ લગાવી રહ્યા છે કે, આસ્થા જૈન પહેલા જનરલ કેટેગરીમાં UPSC ક્રેક કરીને IPS અધિકારી બન્યા અને હવે UPSC સિવિલ સેવા પરીક્ષા 2025માં તેમણે આર્થિક રીતે નબળા વર્ગ (EWS) સર્ટિફિકેટ લગાવીને સિલેક્શન કરાવ્યું. સોશિયલ મીડિયા યુઝર્સ આ વાતને છેતરપિંડી ગણાવી રહ્યા છે, પરંતુ આસ્થા જૈન પર લાગેલા આ આરોપોની પુષ્ટિ થઈ નથી. હવે આ સમગ્ર મામલે UPSC તરફથી સત્તાવાર સ્પષ્ટતાની રાહ જોવાઈ રહી છે.

શું છે વિવાદનું કારણ?

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, આસ્થા જૈન UPSC 2024 માં જનરલ કેટેગરીમાં સિલેક્ટ થઈ હતી, પરંતુ UPSC 2025 પરીક્ષા તેમણે EWS કેટેગરીમાં આપી. તેમના ટીકાકારોનું કહેવું છે કે, સરકારી સેવામાં આવ્યા પછી તેમની આર્થિક સ્થિતિ આટલી નબળી કઈ રીતે થઈ ગઈ કે તેઓ જનરલ કેટેગરીથી EWS કેટેગરીમાં આવી ગઈ. લોકો આ મુદ્દાને સિસ્ટમનો દુરુપયોગ ગણાવી રહ્યા છે અને તપાસની માંગ કરી રહ્યા છે.

UPSC માર્કશીટ શું કહે છે?

આસ્થા જૈનની UPSC સિવિલ સેવા પરીક્ષા 2024 ની માર્કશીટ પર નજર કરીએ તો જાણવા મળે છે કે તેમને ટોટલ 969 માર્ક્સ મળ્યા હતા. તેમની પસંદગી જનરલ કેટેગરીમાં થઈ હતી અને તેમની ઓલ ઈન્ડિયા રેન્ક 186 હતી. બીજી બાજુ, UPSC સિવિલ સેવા પરીક્ષા 2025 ની માર્કશીટ પર નજર કરતા જાણવા મળે છે કે, તેમણે EWS કેટેગરીમાં પરીક્ષા પાસ કરી છે. તેમની રેન્ક 9 છે. તેમને ટોટલ 1033 માર્ક્સ મળ્યા છે.

યુપીએસસી CSE 2025 માર્કશીટ

UPSC EWS Scam controversy ips Aastha jain provide fake ews certificate social media users claims asm</div></div><div class=” width=”1600″ top=”900″ />
યુપીએસસી CSE 2024 માર્કશીટ

UPSC EWS Scam controversy ips Aastha jain provide fake ews certificate social media users claims asm</div></div><siteadm slotId=

” width=”1600″ top=”900″ />

કોણ છે આસ્થા જૈન?

આસ્થા જૈન ઉત્તર પ્રદેશના શામલી જિલ્લાના રહેવાસી છે. તેઓ એક સાધારણ ફેમિલી બેકગ્રાઉન્ડમાંથી આવે છે. રિપોર્ટ્સ મુજબ, તેમના પિતા એક નાની કિરાણાની દુકાન ચલાવે છે. યુપીએસસી પરીક્ષા 2024 માં તેઓ 186મી રેન્ક લાવીને IPS અધિકારી બન્યા અને હવે આ વખતે એટલે કે UPSC 2025 માં તેમને નવમી રેન્ક મળી છે. જેનો અર્થ છે કે હવે તેમને IAS સર્વિસ મળવી નક્કી છે.

ગુજરાતી સમાચાર/ ન્યૂઝ/Career/

UPSC EWS Rip-off : શું નકલી EWS સર્ટિફિકેટ દ્વારા IAS અધિકારી બનશે IPS આસ્થા જૈન? જાણો પસંદગી સામે કેમ થઈ રહ્યા છે સવાલ



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *