U19 World Cup 2026: ભારતે છઠ્ઠી વાર U19 વર્લ્ડ કપ પર કર્યો કબ્જો, ફાઈનલમાં ઇંગ્લેન્ડને 100 રને હરાવ્યુ, વૈભવની ધૂંઆધાર સદી

U19 World Cup 2026: ભારતે છઠ્ઠી વાર U19 વર્લ્ડ કપ પર કર્યો કબ્જો, ફાઈનલમાં ઇંગ્લેન્ડને 100 રને હરાવ્યુ, વૈભવની ધૂંઆધાર સદી

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

U19 World Cup 2026: ICC મેન્સ અંડર 19 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ આજે ભારત અને ઇંગ્લેન્ડ સામે રમાઈ હતી. જેમાં ટીમ ઇન્ડિયાએ ખિતાબ જીતને વર્લ્ડ કપની ટ્રોફી પોતાના નામે કરી છે.

ભારત બન્યું વર્લ્ડ ચેમ્પિયન
ભારત બન્યું વર્લ્ડ ચેમ્પિયન

U19 World Cup 2026: ICC મેન્સ અંડર 19 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ આજે ભારત અને ઇંગ્લેન્ડ સામે રમાઈ હતી. જેમાં ટીમ ઇન્ડિયાએ ખિતાબ જીતને વર્લ્ડ કપની ટ્રોફી પોતાના નામે કરી છે. મેચમાં ટોસ જીતીને ભારતીય ટીમે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં વૈભવ સૂર્યવંશીની 175 રનની ઇંનિંગની મદદથી ભારતે 412 રનનો વિશાળ ટાર્ગેટ સેટ કર્યો હતો. ટાર્ગેટનો પીછો કરતા ઇંગ્લેન્ડની ટીમ 40.2 ઓવરમાં 311 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તેની સાથે જ ટીમ ઇન્ડિયાએ રેકોર્ડ છઠ્ઠીવાર અંડર 19 વર્લ્ડ કપ પોતાના નામે કર્યો છે.

412 રનનો વિશાળ ટાર્ગેટ ચેજ કરવા ઉતરેલી ટીમ ઇંગ્લેન્ડની શરૂઆત સારી રહી નહોતી. જોસેફ મૂર્સ 17 રન બનાવીને આઉટ થઈ ગયો. ત્યાર બાદ બેન ડોકિન્સ અને બેન મેસ વચ્ચે બીજી વિકેટ માટે 74 રન જોડ્યા. મેસ 27 બોલમાં 45 રન બનાવીને આઉટ થયો ત્યાર બાદ ટીમ ઇન્ડિયાને ઇંગ્લિશ કેપ્ટનના રૂપે ત્રીજી સફળતા મળી કેપ્ટન થોમસ 31 રન બનાવીને આઉટ થયો.

ફાલ્કરનની સદી ઇંગ્લેન્ડને જીત અપાવી શકી નહીં

ઓપનર ડોકિન્સ 56 બોલમાં 66 રન બનાવીને આઉટ થઈ ગયો. જ્યારે મોર્ગન આઉટ થયો ત્યારે ઇંગ્લેન્ડનો સ્કોર 177-7 હતો. ત્યાર બાદ ફાલ્કનર અને મિન્ટોએ આઠમી વિકેટ માટે 92 રન જોડ્યા. અમ્બરીશે મિન્ટોને 28 રને આઉટ કરી પાર્ટનરશીપ તોડી. જો કે ફાલ્કનર છેલ્લે સુધી ઇંગ્લેન્ડને જીત અપાવવા સંઘર્ષ કરતો રહ્યો પરંતુ અંતે તે પણ 115 રન બનાવીને આઉટ થઈ ગયો. ફાલ્કનરે 67 બોલમાં 9 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી સદી ફટકારી. ભારત તરફથી અમ્બરીશને ત્રણ સૌથી વધુ ત્રણ સફળતા મળી હતી.

વૈભવ સૂર્યવંશીએ 80 બોલમાં 175 રન બનાવ્યાં

ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા આવેલી ટીમ ઇન્ડિયાની શરૂઆત પણ કંઈ ખાસ રહી નહોતી. ઓપનર એરોન જોર્જ 9 રન બનાવીને આઉટ થઈ ગયો. ત્યાર બાદ વૈભવ સૂર્યવંશીએ પોતાની બેટિંગનો પરચો આપતા ઇંગ્લિશ બોલર્સની ધોલાઈ કરવાનું શરૂ કર્યું હતુ. ભારતીય ટીમે 14 ઓવર સુધીમાં 100 રન પૂરા કરી લીધા હતા. ત્યાર બાદ આયુષ મ્હાત્રે 19મી ઓવરમાં 53 રન બનાવીને ગ્રીનના બોલનો શિકાર થયો. આયુષના આઉટ થયા પછી વૈભવે 55 બોલમાં પોતાની સદી પૂરી. વૈભવ 80 બોલનો સામનો કરતા કુલ 15 ચોગ્ગા અને 15 છગ્ગાની મદદથી 175 રન બનાવીને આઉટ થયો.

વિહાન મલ્હોત્રા 30 રન બનાવીને આઉટ થયો. વેદાંત ત્રિવેદીએ 32 રન બનાવ્યાં. 45મી ઓવરમાં અભિજ્ઞાન કુંડૂ 40 રન બનાવીને આઉટ થયો. 7મી વિકેટ 367ના સ્કોરે પડી. અંતે ભારતે નિર્ધારિત 50 ઓવરમાં 411/9 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો. કનિષ્કે 37 રનની ઇનિંગ રમી અણનમ પરત ફર્યો હતો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *