યૂટીએસ એપ (UTS App) ની વિશેષતાઓ: યાત્રીઓ પોતાના મોબાઈલથી ઘેર બેઠા જ ટિકિટ બુક કરી શકે છે. યાત્રા ટિકિટ, સીઝન ટિકિટ તથા પ્લેટફોર્મ ટિકિટની સુવિધા ઉપલબ્ધ છે. ચુકવણી માટે UPI, ડેબિટ/ક્રેડિટ કાર્ડ અને R-Walletનો વિકલ્પ ઉપલબ્ધ છે, જ્યારે R-Pockets રિચાર્જ પર 3% બોનસ રકમ મળે છે. ટિકિટ પેપરલેસ હોવાથી પર્યાવરણને અનુકૂળ છે, અને લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી.
