Final Up to date:
High Govt Jobs of India: દરેક યુવાનના મનમાં જીવનમાં લગભગ એક વખત તો સરકારી નોકરી કરવાનો વિચાર આવ્યો જ હશે. દરેક વ્યક્તિને સરકારી નોકરીનો ક્રેઝ હોય છે. કારણ કે, તેમાં સારી સેલેરીની સાથે-સાથે અન્ય સુવિધાઓ અને સમાજ સેવા કરવાની તક પણ છે. પરંતુ, શું તમે જાણો છો કે, ભારતની ટોપ સરકારી નોકરીઓ કઈ છે, જેમાં સૌથી વધારે પગાર મળતો હોય. જો નહીં, તો ચાલો જાણીએ સૌથી વધારે સેલેરીવાળી 6 સરકારી નોકરીઓ વિશે.
High Govt Jobs of India: દરેક યુવાનના મનમાં જીવનમાં લગભગ એક વખત તો સરકારી નોકરી કરવાનો વિચાર આવ્યો જ હશે. દરેક વ્યક્તિને સરકારી નોકરીનો ક્રેઝ હોય છે. કારણ કે, તેમાં સારી સેલેરીની સાથે-સાથે અન્ય સુવિધાઓ અને સમાજ સેવા કરવાની તક પણ છે. પરંતુ, શું તમે જાણો છો કે, ભારતની ટોપ સરકારી નોકરીઓ કઈ છે, જેમાં સૌથી વધારે પગાર મળતો હોય. જો નહીં, તો ચાલો જાણીએ સૌથી વધારે સેલેરીવાળી 6 સરકારી નોકરીઓ વિશે.
ONGC પ્રમુખ – ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)ના પ્રમુખને ભારતની સૌથી મોટી સરકારી કંપનીઓમાંની એકના વડા તરીકે અત્યંત પ્રતિષ્ઠિત અને લક્ઝરી સુવિધાઓ મળતી હોય છે. તેઓ દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્રૂડ ઓઈલને રિફાઈન કરીને દેશની આવક વધારવાનો કામ કરે છે. તેમને દર મહિને રૂપિયા 2,00,000 થી 3,70,000 સુધીનો બેઝિક પગાર મળે છે. આ ઉપરાંત તેમને મોંઘવારી ભથ્થું, બોનસ, રહેવા માટે બંગલો, લક્ઝરી કાર, મેડિકલ સુવિધા, તેમના માટે અંગત સ્ટાફ સહિતની અનેક સુવિધાઓ મળતી હોય છે.
ઈન્ડિયન આર્મી ચીફ – ઈન્ડિયન આર્મી ચીફ એ ભારતીય સેનાના સર્વોચ્ચ રેન્કિંગ અધિકારી અને વડા હોય છે. તેઓ ભારત સરકાર અને સંરક્ષણ મંત્રાલયના મુખ્ય સૈન્ય સલાહકાર તરીકે કાર્ય કરે છે. તેમનો માસિક પગાર ₹2,50,000 (ફિક્સ્ડ) ઉપરાંત મોંઘવારી ભથ્થું અને અન્ય એલાઉન્સ હોય છે. તેમને દિલ્હીના લ્યુટિયન્સ ઝોનમાં એક આલીશાન અને સુરક્ષિત સત્તાવાર બંગલો મળે છે. તેમને બુલેટપ્રૂફ વાહન અને સત્તાવાર ગાડી મળે છે, જેના પર 4-સ્ટાર (4-star) ફ્લેગ હોય છે. તેમને ઉચ્ચ કક્ષાની Z+ સુરક્ષા પૂરી પાડવામાં આવે છે. આજીવન ફ્રી મેડિકલ સુવિધા (ખાનગી હોસ્પિટલોમાં પણ) અને નિવૃત્તિ પછી પેન્શન સહિત અન્ય સુવિધા પણ મળતી હોય છે.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ – ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) દેશમાં કાયદાકીય વ્યવસ્થા જાળવી રાખવા અને ન્યાયતંત્રના કામો સંભાળવા માટે જવાબદાર હોય છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને ભારત સરકાર દ્વારા ઉચ્ચ કક્ષાની સુરક્ષા અને સુવિધાઓ આપવામાં આવે છે, જેમાં માસિક પગાર અંદાજે રૂપિયા 2.80 લાખ (બેઝિક) સહિત અન્ય ભથ્થાં સામેલ હોય છે. રહેવા માટે તેમને દિલ્હીના તિલક માર્ગ પર આલીશાન ટાઈપ-8 સરકારી બંગલો મળે છે. તેમને પણ Z+ લેવલની સુરક્ષા અને સત્તાવાર બુલેટપ્રૂફ વાહન મળે છે. નિવૃત્તિ પછી પેન્શન, ગ્રેચ્યુઈટી અને આજીવન ફ્રી મેડિકલ સહાય જેવી સુવિધાઓ પણ મળે છે.
ભારતીય વહીવટી સેવા (IAS) – IAS અધિકારીઓ દેશમાં સૌથી વધુ સેલેરી મેળવતા કર્મચારીઓ પૈકીના એક છે. તેમનો શરૂઆતનો બેઝિક પગાર 56,100 રૂપિયાથી શરૂ થાય છે, જે કેબિનેટ સેક્રેટરી લેવલ પર ₹2,50,000 (ફિક્સ્ડ) સુધી પહોંચે છે. આ ઉપરાંત તેમને મોંઘવારી ભથ્થું (DA) અને ટ્રાવેલ એલાઉન્સ પણ મળે છે. રહેવા માટે લક્ઝરી સરકારી બંગલો મળે છે. જેમાં માળી અને સિક્યુરિટી ગાર્ડ જેવો સ્ટાફ પણ હોય છે. તેમને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે (2-4 વર્ષ સુધીની) સવેતન રજાઓ પણ મળી શકે છે.
ઈન્ડિયન ફોરેન સર્વિસ (IFS) – IAS અધિકારીઓની જેમ IFS અધિકારીઓને પણ દર મહિને રૂપિયા 56,100 થી લઈને 2,50,000 રૂપિયા સુધીનો પગાર મળતો હોય છે. તેમનું મુખ્ય કામ વૈશ્વિક સ્તરે ભારતની વાત રજૂ કરવાનું અને રાજદ્વારી સંકટોને સંભાળવાનું હોય છે. જ્યારે અધિકારીનું પોસ્ટિંગ વિદેશમાં થાય છે, ત્યારે તેમને મોટો ‘ફોરેન એલાઉન્સ’ મળે છે. આ ભથ્થું જે-તે દેશની મોંઘવારી મુજબ હોય છે (જે લાખોમાં હોઈ શકે છે). વિદેશમાં તેમને અત્યંત વૈભવી બંગલા કે એપાર્ટમેન્ટ મળે છે. અધિકારીના બાળકોને વિદેશની શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય શાળાઓમાં ભણાવવાનો ખર્ચ ભારત સરકાર ભોગવે છે. આ ઉપરાંત તેમને ‘રાજદ્વારી મુક્તિ’ મળે છે, એટલે કે જે-તે દેશના સ્થાનિક કાયદાઓ તેમને સામાન્ય નાગરિકની જેમ લાગુ પડતા નથી.

