Right this moment Climate: ગુજરાતમાં ગરમીનું યુટર્ન: બે દિવસમાં વરસાદ અને તેજ હવાથી ગરમીમાં હજી રાહતની સંભાવના, હવામાન વિભાગે શું કરી આગાહી?

Right this moment Climate: ગુજરાતમાં ગરમીનું યુટર્ન: બે દિવસમાં વરસાદ અને તેજ હવાથી ગરમીમાં હજી રાહતની સંભાવના, હવામાન વિભાગે શું કરી આગાહી?

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Gujarat Climate Replace: છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે, જેના કારણે લોકો પરસેવાથી તરબોળ થઈ રહ્યા છે. દરમિયાન, રાજ્યમાં સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે, 18, 19 અને 20 માર્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ દિવસો દરમિયાન 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે, જેના કારણે મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે.

આજે 18 માર્ચે હવામાન ક્યાં બદલાશે?

18 માર્ચે હવામાનમાં નોંધપાત્ર ફેરફાર થશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં. બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા તેમજ સૌરાષ્ટ્રના જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લામાં હળવો વરસાદ થવાની સંભાવના છે. 19 માર્ચે વરસાદની તીવ્રતા અને હદ વધશે. આ દિવસે રાજ્યના મોટાભાગના ભાગોમાં મધ્યમ વરસાદની આગાહી છે.

ઉત્તર અને મધ્ય ગુજરાત: બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, દાહોદ, પંચમહાલ, વડોદરા અને છોટા ઉદેપુર.

દક્ષિણ ગુજરાત: નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી.

સૌરાષ્ટ્ર અને કચ્છઃ રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ સહિત કચ્છ અને દીવ.

20મી માર્ચે, વરસાદ ધીમો પડી જશે, પરંતુ ઉત્તર ગુજરાતના વિસ્તારો જેમ કે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહેસાણા અને પાલનપુરમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવો વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે શું કરી આગાહી?

હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે 18, 19 અને 20 તારીખે હળવો થી મધ્યમ વરસાદ 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને વાવાઝોડાની શક્યતા છે.

આ પણ વાંચોઃ- સૌથી વધારે વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં ગુજરાત દેશભરમાં ત્રીજા નંબરે, CMનો દક્ષિણ ગુજરાતનાં ટુરિઝમને બૂસ્ટર ડોઝ!

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફેલાઈ રહ્યું છે, તેથી આ હળવો વરસાદ રહેશે. જોકે, સારા સમાચાર એ છે કે આ વરસાદ આગામી ચાર દિવસમાં તાપમાનમાં ઘટાડો કરશે, જેનાથી ગરમીથી થોડી રાહત મળશે. 

નોંધનીય છે કે રાજકોટમાં હાલમાં સૌથી વધુ તાપમાન 39.2 ડિગ્રી સેલ્સિયસ છે, જ્યારે અમદાવાદ 39 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી રહ્યું છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *