At the moment Climate : ગુજરાતમાં ગરમીની તીવ્રતા વધી, રાજકોટ સહિત ત્રણ જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ, IMD એ શું આપી ચેતવણી

At the moment Climate : ગુજરાતમાં ગરમીની તીવ્રતા વધી, રાજકોટ સહિત ત્રણ જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ, IMD એ શું આપી ચેતવણી

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


At the moment Climate, Aaj Nu Havaman, આજનું હવામાન : ગુજરાતમાં માર્ચ મહિનાના અર્ધ ભાગમાં જ ગરમીએ પોતાનું અસલી સ્વરૂપ દેખાડવાનું શરૂં કરી દીધું છે. સૂરજ આકાશમાંથી આગ ઝરતી ઓકી રહ્યો છે. અસહ્ય ગરમીના કારણે લોકો પરેશાન થવા લાગ્યા છે. રાજ્યમાં મહત્તમ તપામાન 42 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. અને આગામી દિવસોમાં હજી પણ પારો ઉચકાઈ શકે છે તેવી શક્યતાઓ હવામાન વિભાગે દર્શાવી છે. 

 રાજકોટ સહિત ત્રણ જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ

ગુજરાતમાં વધતી જતી ગરમી વચ્ચે હવામાન વિભાગે રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છ એમ ત્રણ જિલ્લાઓમાં ગરમીનું રેડ એલર્ટ આપ્યું છે. આ વિસ્તારોમાં સૂરજ આગ વરસાવશે. આ વિસ્તારોમાં ગરમ ફૂંકાવાની શક્યાતના પગલે લોકોને કામ વગર ઘરમાંથી બહાર ન નીકળવા માટે સલાહ આપવામાં આવી છે.

ગુજરાતના 12 જિલ્લાઓમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ

ગુજરાતમાં ઉનાળાની શરુઆતમાં જ ગરમીની તીવ્ર બની છે ત્યારે હવામાન વિભાગે રાજ્યના 12 જિલ્લાઓમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આ વિસ્તારોમાં બનાસકાંઠા, પાટણ, વડોદરા, સુરત, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દિવસનો સમાવેશ થાય છે.

રાજ્યમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?

હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં મોટભાગના વિસ્તારોમાં 40 ડિગ્રીની ઉપર મહત્તમ તાપમાન નોંધાયું છે. કયા વિસ્તારમાં કેટલી મહત્તમ ગરમી નોંધાઈએ નીચેના કોષ્ઠકમાં જાણી શકાશે.

વિસ્તાર મહત્તમ તાપમાન ડિગ્રીમાં
અમદાવાદ 41.4
ડીસા 40.7
ગાંધીનગર 40.5
વિદ્યાનગર 42.3
વડોદરા 41.6
સુરત 41
દમણ 33
ભુજ 39.4
નલિયા 36.2
કંડલા પોર્ટ 39
કંડલા એરપોર્ટ 39.7
અમરેલી 40.9
ભાવનગર 38.4
દ્વારકા 29.8
ઓખા 32
પોરબંદર 40.2
રાજકોટ 41.9
વેરાવળ 40.6
દીવ 40.7
સુરેન્દ્રનગર 41.5
મહુવા 40.4
કેશોદ 40.7

ઉત્તર ભારતમાં કેવું રહેશે હવામાન?

હવામાન વિભાગે ફરી એકવાર ઉત્તર ભારતમાં તણાવપૂર્ણ ચેતવણી જારી કરી છે. યુપી, હરિયાણા સહિત 7 રાજ્યોમાં વરસાદ મુશ્કેલીઓ વધારશે. આ સમય દરમિયાન, 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. વરસાદની સાથે, તીવ્ર ગરમીનું મોજું પણ મુશ્કેલી ઊભી કરશે. 12 માર્ચે સૌરાષ્ટ્ર અને કચ્છમાં તીવ્ર ગરમીનું મોજું આવવાની શક્યતા છે.

આ ઉપરાંત, 12 અને 13 માર્ચે રાજસ્થાન, કેરળ અને તમિલનાડુમાં ખતરનાક ગરમીનું મોજું આવવાની ચેતવણી આપવામાં આવી છે. તે જ સમયે, પૂર્વ ભારતમાં પણ બપોરે 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

આ પણ વાંચોઃ- અંબાજી મંદિર હવે માઈભક્તો માટે બન્યું ડિજિટલ, અત્યાધુનિક મોબાઈલ એપ કરાઈ લોન્ચ

રાજસ્થાનમાં  હવામાન કેવું રહેશે?

12 માર્ચથી રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં ગરમીની ચેતવણી જારી કરવામાં આવી છે. આમાં જયપુર, બાડમેર, અજમેર, જોધપુર, અલવર, સીકર અને શ્રીગંગાનગરનો સમાવેશ થાય છે. બપોર દરમિયાન 10 થી 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી શક્યતા છે. જયપુરમાં આજે મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ રહેશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *