Immediately Newest Information Stay Replace in Gujarati 10 January 2026: પીએમ મોદી ત્રણ દિવસના પ્રવાસ માટે ગુજરાત પહોંચી ગયા છે. વડાપ્રધાન મોદીએ સોમનાથ મહાદેવના દર્શન કરી જલાભિષેક કર્યો હતો. આ પછી મંદિર પરિસરમાં ભવ્ય ડ્રોન શો નિહાળ્યો હતો. આ ડ્રોન-શોમાં કુમારપાળ સોલંકી, માતા અહિલ્યાબાઈ હોલકર અને વીર હમીરજી ગોહિલની ઝાંખીના અદભૂત દૃશ્યોથી મંદિર પરિસરનું આકાશ છવાઈ ગયું હતું. પીએમ મોદી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા.
પીએમ મોદીનું રાજકોટ એરપોર્ટ ખાતે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા, મેયર નયનાબેન પેઢળીયા તથા અન્ય દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદી રાત્રી રોકાણ સોમનાથમાં કરશે. પ્રધાનમંત્રી 11 જાન્યુઆરીએ મંદિરમાં પૂજા કરશે અને મંદિરની નજીક સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને માળા અર્પણ કરશે. આ પછી બપોરે તેઓ 108 ઘોડાઓ સાથે ભવ્ય ‘શૌર્ય યાત્રા’નું નેતૃત્વ કરીને જાહેર સંબોધન સ્થળ પહોંચશે.
-
Jan 10, 2026 21:31 IST
Immediately Information Stay : પીએમ મોદીએ સોમનાથ મહાદેવના દર્શન કરી જલાભિષેક કર્યો
પીએમ મોદી ત્રણ દિવસના પ્રવાસ માટે ગુજરાત પહોંચી ગયા છે. વડાપ્રધાન મોદીએ સોમનાથ મહાદેવના દર્શન કરી જલાભિષેક કર્યો હતો. આ પછી મંદિર પરિસરમાં ભવ્ય ડ્રોન શો નિહાળ્યો હતો. આ ડ્રોન-શોમાં કુમારપાળ સોલંકી, માતા અહિલ્યાબાઈ હોલકર અને વીર હમીરજી ગોહિલની ઝાંખીના અદભૂત દૃશ્યોથી મંદિર પરિસરનું આકાશ છવાઈ ગયું હતું. પીએમ મોદી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા.
जय सोमनाथ 🚩#SomnathSwabhimanParvpic.twitter.com/tgv9K7DT9M
— BJP Gujarat (@BJP4Gujarat) January 10, 2026
-
Jan 10, 2026 18:59 IST
Immediately Information Stay: પીએમ મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટની બેઠક શરૂ
પીએમ નરેન્દ્ર મોદી સોમનાથ મંદિર પહોંચી ગયા છે. જ્યાં VIP ગેસ્ટ હાઉસમાં તેમની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટની બેઠક યોજવામાં આવી છે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વીડિયો મારફતે લાઈવ જોડાયા છે. આ સિવાય અન્ય ટ્રસ્ટીઓ પણ હાજર છે.
-
Jan 10, 2026 17:58 IST
Immediately Information Stay: પીએમ મોદી ગુજરાત પહોંચ્યા
પીએમ મોદી ત્રણ દિવસના પ્રવાસ માટે ગુજરાત પહોંચી ગયા છે. પીએમ મોદીનું રાજકોટ એરપોર્ટ ખાતે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા, મેયર નયનાબેન પેઢળીયા તથા અન્ય દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
।। સુસ્વાગતમ્ ।।
ગુજરાતની પુણ્યભૂમિ પર પધારેલા માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીનું રાજકોટ એરપોર્ટ ખાતે કેબિનેટ મંત્રી શ્રી @kunvarjibavalia , મેયર શ્રીમતી નયનાબેન પેઢળીયા તથા અન્ય મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. #SomnathSwabhimanParvpic.twitter.com/r1QwtUGqAG
— BJP Gujarat (@BJP4Gujarat) January 10, 2026
-
Jan 10, 2026 10:17 IST
Immediately Information Stay: અયોધ્યામાં માસ મચ્છી, નોનવેજ પર પ્રતિબંધ
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં વહીવટીતંત્રે રામ મંદિર અને પંચકોસી પરિક્રમા માર્ગ વિસ્તારમાં માંસના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે. જ્યારે આ આદેશ પહેલાથી જ અમલમાં હતો, ત્યારે આ વિસ્તારમાં માંસાહારી ખોરાક પહોંચાડતી ઓનલાઈન કંપનીઓ અંગે ફરિયાદો સામે આવ્યા બાદ વહીવટીતંત્રે તેના નિયંત્રણો કડક કર્યા છે. આ પ્રતિબંધ હવે ફક્ત હોટલ, ખાણીપીણી અને દુકાનો પૂરતો મર્યાદિત રહેશે નહીં, પરંતુ ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપનીઓને પણ લાગુ પડશે.
-
Jan 10, 2026 10:05 IST
Immediately Information Stay: અમેરિકાએ વધુ એક તેલ ટેન્કર જપ્ત કર્યું
અમેરિકા હાલમાં કેરેબિયન સમુદ્રમાં તેલ ટેન્કરોને સતત જપ્ત કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વેનેઝુએલાના તેલ ઉત્પાદન પર નિયંત્રણ મેળવવા માટે વધુને વધુ કડક પગલાં લઈ રહ્યા છે. આ શ્રેણીમાં, શુક્રવારે રાત્રે કેરેબિયન સમુદ્રમાં “ઓલિના” નામનું તેલ ટેન્કર જપ્ત કરવામાં આવ્યું હતું.
મીડિયા અહેવાલો અનુસાર, આ ટેન્કરને યુએસ નેવીના કર્મચારીઓ દ્વારા એક ખાસ કામગીરીમાં અટકાવવામાં આવ્યું હતું અને જપ્ત કરવામાં આવ્યું હતું. સૂત્રો સૂચવે છે કે તાજેતરના દિવસોમાં અમેરિકા દ્વારા તેની લશ્કરી અને રાજદ્વારી દબાણ નીતિ દ્વારા જપ્ત કરાયેલ આ પાંચમું તેલ ટેન્કર છે.
-
Jan 10, 2026 07:25 IST
Immediately Information Stay: જયપુરમાં ઓડી કારે કહેર વરસાવ્યો
શુક્રવારે રાત્રે, રાજસ્થાનની રાજધાની જયપુરના માનસરોવર વિસ્તારમાં ગતિના જુસ્સાએ એક ઘરનો દીવો બુઝાવી દીધો. લગભગ 120 કિમી/કલાકની ઝડપે દોડતી એક અનિયંત્રિત ઓડી કારે પત્રકાર કોલોનીમાં ખારાબાસ સર્કલ પાસે રસ્તાની બાજુમાં રાહદારીઓ અને ખાદ્યપદાર્થોના સ્ટોલને ક્રૂરતાથી કચડી નાખ્યા. આ ભયાનક અકસ્માતમાં 11થી વધુ લોકો ઘાયલ થયા છે, જ્યારે એક યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.
-
Jan 10, 2026 06:40 IST
Immediately Information Stay: આજે સાંજે સોમનાથ પહોંચશે
રાજ્યમંત્રી જીતુ વાઘાણીએ બુધવારે જણાવ્યું હતું કે, “મોદી 10 જાન્યુઆરીની સાંજે “સોમનાથ સ્વાભિમાન પર્વ” ના ભાગ રૂપે વેરાવળ નજીક સોમનાથ મંદિર પહોંચશે. પહોંચ્યા પછી પ્રધાનમંત્રી મંદિર સંકુલમાં આયોજિત ડ્રોન શોમાં ભાગ લેશે અને સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરશે.
-
Jan 10, 2026 06:40 IST
Immediately Information Stay: પીએમ મોદી આજે સાંજે આવશે ગુજરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ 10 જાન્યુઆરીથી ત્રણ દિવસના પ્રવાસે આવનાર છે. ત્રણ દિવસ વિવિધ કાર્યક્રોમાં ભાગ લેશે. પીએમ નરેન્દ્ર મોદી 10 જાન્યુઆરીએ સાંજે સોમનાથ પહોંચશે, રાત્રે 8 વાગ્યે મંદિરમાં ઓમકાર મંત્ર જાપમાં ભાગ લેશે, પીએમ મોદી રાત્રે સોમનાથ મંદિરમાં ડ્રોન શો નીહાળશે, PM મોદી રાત્રી રોકાણ સોમનાથમાં રહેશે.
