T20 World Cup 2026 Pakistan vs Netherlands: એક કેચ છૂટ્યો ને ઇજ્જત બચી ગઇ! વર્લ્ડ કપની પહેલી મેચમાં પાકિસ્તાનની ફજેતી થવાની તૈયારી જ હતી

T20 World Cup 2026 Pakistan vs Netherlands: એક કેચ છૂટ્યો ને ઇજ્જત બચી ગઇ! વર્લ્ડ કપની પહેલી મેચમાં પાકિસ્તાનની ફજેતી થવાની તૈયારી જ હતી

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


Final Up to date:

T20 World Cup 2026 Pakistan vs Netherlands: રનચેઝ કરતી પાકિસ્તાનની ટીમને રીતસર ફાંફા પડી ગયા હતા. એક વખતે એવું લાગતું હતું કે પાકિસ્તાન હારવાની અળીએ આવી ગયું છે. પરંતુ ફહીમ અશરફે બાજી બદલી નાંખી. જોકે, તેનો કેચ મિસ થયો ન હોત તો કદાચ પરિણામ અલગ હોત.

કેચ મિસ થયો ન હોત તો કદાચ પરિણામ અલગ હોત.
કેચ મિસ થયો ન હોત તો કદાચ પરિણામ અલગ હોત.

નવી દિલ્હી: ટી20 વર્લ્ડ કપના પહેલા દિવસે જ ખૂબ જ રોમાંચક મેચ જોવા મળી છે. નેધરલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં મોટો ઉલેટફેર થતાં-થતાં રહી ગયો. જો છેલ્લે-છેલ્લે એક કોચ પકડી લેવામાં આવ્યું હોત તો પાકિસ્તાન માટે જીતવું લગભગ અશક્ય જ હતું. કોલંબોમાં રમાયેલી મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. નેધરલેન્ડની ટીમે 148 રન કર્યા હતા. જેના જવાબમાં રનચેઝ કરતી પાકિસ્તાનની ટીમને રીતસર ફાંફા પડી ગયા હતા. એક વખતે એવું લાગતું હતું કે પાકિસ્તાન હારવાની અળીએ આવી ગયું છે. પરંતુ ફહીમ અશરફે બાજી બદલી નાંખી. જોકે, તેનો કેચ મિસ થયો ન હોત તો કદાચ પરિણામ અલગ હોત.

18 ઓવરમાં સાત વિકેટે 119 રન બનાવી હારની નજીક હતી

148 રનના લક્ષ્યાંકનો પીછો કરવા મેદાને ઉતરેલી પાકિસ્તાનની ટીમ 18 ઓવરમાં સાત વિકેટે 119 રન બનાવી હારની નજીક જઇ રહી હતી. પરંતુ છેલ્લી બે ઓવરમાં 29 રન બનાવીને બાજી પલટી નાંખી. ફહીમ પાકિસ્તાન માટે ગેમ ચેન્જર બન્યો. તેણે 11 બોલ પર 29 રન કર્યા. જેમાં 3 છગ્ગા ફટકાર્યા હતા.

19મી ઓવરે આખી મેચ બદલી નાખી

19મી ઓવરે આખી મેચ બદલી નાખી. લોગન વાન બીક 19મી ઓવર કરવા આવ્યો હતો અને પાકિસ્તાનના ફહીમ અશરફ અને શાહીન આફ્રિદીએ આ ઓવરમાં 24 રન બનાવ્યા હતા.

ફહીમનો કેચ છોડી દીધો

ફહીમે ઓવરના પહેલા બોલ પર છગ્ગો ફટકાર્યો હતો, પરંતુ મેક્સ ઓ’ડાઉડે બીજા બોલ પર ફહીમનો આસાન કેચ છોડી દીધો. ત્યારબાદ ફહીમે તેને મળેલા જીવનનો પૂરો ફાયદો ઉઠાવ્યો, તેણે આગામી ચાર બોલમાં બે છગ્ગા અને એક ચોગ્ગા ફટકાર્યા હતા.

ફહીમે 11 બોલમાં 29 રન બનાવ્યા

છેલ્લી ઓવરમાં જીત માટે પાંચ રનની જરૂર હતી, પરંતુ પાકિસ્તાને ત્રણ બોલમાં પાંચ રન બનાવ્યા. આમ, પાકિસ્તાને 19.3 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું. ફહીમે 11 બોલમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 29 રન બનાવ્યા, જ્યારે શાહીન આફ્રિદી પાંચ રન બનાવીને અણનમ રહ્યો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *