Final Up to date:
હાલમાં જ પૂર્ણ થયેલા ટી20 વર્લ્ડ કપ 2026માં ધૂમ મચાવનાર શિવમ દુબે ટ્રેનમાં મુસાફરીને લઈને ભારે ચર્ચામાં હતો. જો કે, તે પોતાના 27.50 કરોડના ઘરને લઈને ચર્ચામાં છે.
નવી દિલ્હી: હાલમાં જ પૂર્ણ થયેલા ટી20 વર્લ્ડ કપ 2026માં ધૂમ મચાવનાર શિવમ દુબે ટ્રેનમાં મુસાફરીને લઈને ભારે ચર્ચામાં હતો. અમદાવાદથી મુંબઈ આવવા માટે શિવમે ટ્રેનથી મુસાફરી કરી હતી. મુંબઈ આવતાની સાથે જ શિવમ હવે પોતાના નવા ઘરને લઈને ચર્ચામાં આવ્યો છે. જો કે, શિવમ દુબેએ પોતાનું આ નવું ઘર ગત વર્ષે જૂનમાં ખરીદ્યું હતું, પરંતુ સ્ક્વેરયાર્ડ્સ પ્રોપર્ટી ડોક્યુમેન્ટ રિવ્યૂ બાદ નવા ઘરની વાત સામે આવી છે.
શિવમ દુબેનું આ ઘર ઓશિવારાના ડીએલએચ એન્ક્લેવમાં છે. શિવમે 17માં અને 18માં માળે બે ફ્લેટ ખરીદ્યા છે, જેની કિંમત આશરે 27.50 કરોડ રૂપિયા છે. રિપોર્ટ અનુસાર બંને એપાર્ટમેન્ટનું ક્ષેત્રફળ 4200 વર્ગ ફૂટ છે, અને બાલ્કની 3800 વર્ગ ફૂટની છે. શિવમ દુબેના આ નવા ઘરમાંથી શાનદાર વ્યૂ પણ જોવા મળે છે. ઇમારત પરથી મેન્ગ્રોવ અને ખાડીનું સુંદર દ્રશ્ય જોવા મળે છે.
જણાવી દઈએ કે, શિવમ દુબેએ જે બિલ્ડિંગમાં પોતાનું નવું એપાર્ટમેન્ટ લીધું છે, તેમાં જ જાણીતા કોમેડિયન કપિલ શર્માનું પણ ઘર છે. આ બિલ્ડિંગમાં સિંગર મિકા સિંહ પણ રહે છે. આ ઉપરાંત દિવંગત એક્ટર ઇરફાન ખાનનું ઘર પણ આ બિલ્ડિંગમાં જ આવેલું છે. આમ શિવમ દુબે હવે બોલિવૂડ સ્ટાર્સનો પડોશી બની ગયો છે.
જો શિવમ દુબેના ટી20 વર્લ્ડ કપમાં પ્રદર્શનની વાત કરીએ તો તે શાનદાર લયમાં જોવા મળ્યો. આખી ટુર્નામેન્ટમાં શિવમે પોતાની ધૂંઆધાર બેટિંગથી ટીમ ઇન્ડિયા માટે એક્સ ફેક્ટરનું કામ કર્યું. ફાઇનલ મેચમાં શિવમે છેલ્લી ઓવરમાં તોફાની બેટિંગ કરી ટીમ ઇન્ડિયાની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી. બેટિંગ સિવાય શિવમ દુબેએ બોલિંગમાં પણ સારું કામ કર્યું. જો કે, શિવમ દુબેએ પોતાની બેટિંગથી લોકોને વધુ પ્રભાવી કર્યા હતા.

