Swastik Samal : સ્વસ્તિક સમલ કોણ છે? વિજય હઝારે ટ્રોફીમાં બેવડી સદી ફટકારી ઇતિહાસ રચ્યો, IPO ઓક્શનમાં હતો અનસોલ્ડ

Swastik Samal : સ્વસ્તિક સમલ કોણ છે? વિજય હઝારે ટ્રોફીમાં બેવડી સદી ફટકારી ઇતિહાસ રચ્યો, IPO ઓક્શનમાં હતો અનસોલ્ડ

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Swastik Samal In Vijay Hazare Trophy 2025 : વિજય હઝારે ટ્રોફી 2025-26ના પ્રથમ દિવસે ઘણા શાનદાર પ્રદર્શન જોવા મળ્યા. તેમાંથી એક ઓડિશાના 25 વર્ષીય બેટ્સમેન સ્વસ્તિક સમલે બેવડી સદી ફટકારી હતી. સ્વસ્તિક સમલે 212 રન બનાવીને આ ટુર્નામેન્ટના ઈતિહાસમાં સંયુક્ત રીતે ચોથા સૌથી મોટો પર્સનલ સ્કોર બનાવ્યો હતો. સૌથી આશ્ચર્યની વાત એ છે કે, અબુધાબીમાં તાજેતરમાં યોજાયેલી આઈપીએલ 2026ની હરાજીમાં સ્વસ્તિકા અનસોલ્ડ રહી હતી.

સ્વસ્તિક સમલ કોણ છે?

સ્વસ્તિક સમલ જમેણી બેટ્સમેન છે અને લેગ બ્રેક્સ બોલર છે. તેમનો જન્મ 27 જુલાઈ 2000ના રોજ ઓડિશાના કોરાપુટમાં થયો હતો. તેમનું આખું નામ સ્વસ્કિત પીયુષ પ્રકાશ સમલ છે. તેમણે 2018-19 (24 ફેબ્રુઆરી 2019) માં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીથી ઘરેલુ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ ઓક્ટોબર 2019માં તેને વિજય હઝારે ટ્રોફી દ્વારા લિસ્ટ એમાં ડેબ્યૂ કરવાની તક મળી.

સ્વસ્તિકે 2022માં રણજીમાં ક્રિકેટ રમી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. સ્વસ્તિકે આ વર્ષે આઈપીએલ 2026ની હરાજી પહેલા પોતાનું નામ નોંધાવ્યું હતું. હરાજીમાં તેનું નામ પણ આવ્યું હતું પરંતુ કોઈ ટીમે તેના પર બોલી લગાવી ન હતી. હવે સ્વસ્તિકએ પોતાની દાવેકારી કરી છે અને આગામી સિઝન માટે ટીમોનું ધ્યાન ખેંચ્યું છે.

સ્વસ્તિક સમલના આંકડા કેવા છે?

સ્વસ્તિક સમલે સૌરાષ્ટ્ર સામે 212 રન બનાવીને વિજય હઝારે ટ્રોફી 2025-26ની શાનદાર શરૂઆત કરી હતી. આ પહેલા રણજી ટ્રોફી 2025માં તેણે નાગાલેન્ડ સામે 169 રન બનાવ્યા હતા. તે સિવાય તેના બેટે આ રેડ બોલ ટુર્નામેન્ટમાં ઘણી શાનદાર અડધી સદીઓ પણ ફટકારી હતી.

પોતાની ક્રિકેટ કરિયરમાં અત્યાર સુધીમાં 21 ફર્સ્ટ ક્લાસ ઇનિંગ્સમાં 686 રન ફટકાર્યા છે, જેમાં 2 સદી અને 3 હાફ સેન્ચ્યુરીનો સમાવેશ થાય છે. તેનો હાઈએસ્ટ સ્કોર 169 રનનો છે. તો લિસ્ટ એમાં, તેમણે 11 ઇનિંગ્સમાં 521 રન બનાવ્યા છે અને આ તેમની પ્રથમ સદી પણ હતી. અગાઉ તેમણે ત્રણ હાફ સેન્ચ્યુરી ફટકારી હતી. ટી 20માં સ્વસ્તિકે 13 ઇનિંગ્સમાં એક સદી અને બે અડધી સદી સાથે 362 રન બનાવ્યા છે.

સ્વસ્તિક સમલે સંજુ સેમસનની બરાબરી કરી

સ્વસ્તિક સમલનો 212 રનનો સ્કોર વિજય હઝારે ટ્રોફીના ઈતિહાસનો સંયુક્ત ચોથો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર છે. તેમણે સંજુ સેમસનની બરોબરી કરી લીધી છે. સંજુ સેમસને પણ 2019માં ગોવા સામે 129 બોલમાં અણનમ 212 રન ફટકાર્યા હતા. હવે આ ઇનિંગ્સ સાથે સ્વસ્તિકા ટોપ 5 હાઈસ્ટ સ્કોરર્સની યાદીમાં પ્રવેશી ગઈ છે.

વિજય હઝારે ટ્રોફીમાં સૌથી વધુ 5 રન બનાવનાર ખેલાડી

ખેલાડીનું નામ રન બોલ     વિરોધી ટીમ તારીખ
એન જગદીશન 277 141 અરુણાચલ પ્રદેશ 21 નવેમ્બર 2022
પૃથ્વી શો 227* 152 પુડુચેરી 25 ફેબ્રુઆરી 2021
ઋતુરાજ ગાયકવાડ 220* 159 ઉત્તર પ્રદેશ 28 નવેમ્બર 2022
સ્વસ્તિક સમલ 212 169     સૌરાષ્ટ્ર 24 ડિસેમ્બર 2025
સંજુ સેમસન 212* 129     ગોવા 12 ઓક્ટોબર 2019





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *