SA vs AFG: જો બીજી સુપર ઓવર પણ ટાઈ થાય કોને અને કેવી રીતે મળે જીત? અહીં વાંચો શું કહે છે નિયમ

SA vs AFG: જો બીજી સુપર ઓવર પણ ટાઈ થાય કોને અને કેવી રીતે મળે જીત? અહીં વાંચો શું કહે છે નિયમ

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:

ટી20 વર્લ્ડ કપ 2026ના ઇતિહાસમાં સૌથી મોટી રોમાંચક મેચ અફઘાનિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે જોવા મળી. આ મેચમાં બે સુપર ઓવર જોવા મળી. ત્યારે આવો જાણીએ કે જો બીજી સુપર ઓવર પણ ટાઈ થાય તો મેચનું પરિણામ કેવી રીતે કાઢવામાં આવે…

ટી20 વર્લ્ડ કપ 2026 સુપર ઓવર નિયમ
ટી20 વર્લ્ડ કપ 2026 સુપર ઓવર નિયમ

T20 World Cup 2026 Tremendous Over Rule: ટી20 વર્લ્ડ કપ 2026ના ઇતિહાસમાં સૌથી મોટી રોમાંચક મેચ અફઘાનિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે જોવા મળી. આ મેચમાં બે સુપર ઓવર જોવા મળી. 2019 વર્લ્ડ કપ ફાઈનલમાં સુપર ઓવર થયા પછી બાઉન્ડ્રી કાઉન્ટ નિયમ અંતર્ગત ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચમાં ઇંગ્લેન્ડને જીત આપી દેવામાં આવી હતી. ત્યાર બાદ ભારે વિવાદ જોવા મળ્યો અને નિયમ ફેરવવો પડ્યો હતો. ત્યારે આવો જાણીએ કે, શું કહે છે સુપર ઓવરનો નિયમ.

જ્યારે કોઈ ટી20 મેચમાં બે ટીમોનો સ્કોર બરાબર હોય તો સુપર ઓવર થાય છે. જો સુપર ઓવરમાં મેચ ટાઈ થાય તો બીજી સુપર ઓવર રમાશે. જેવું આપણને સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચમાં જોવા મળ્યું. નિયમ અનુસાર આ સિલસિલો ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી મેચનું પરિણામ આવી ન જાય. પછી મેચ ગ્રુપ સ્ટેજ હોય, સુપર 8, સેમીફાઇનલ કે ફાઇનલ કેમ ન હોય આ નિયમ દરેક મેચમાં લાગૂ થશે.

સુપર ઓવરના સંપૂર્ણ નિયમની વાત કરીએ તો પહેલી સુપર ઓવરમાં ચેજિંગ ટીમ પહેલા બેટિંગ કરે છે. જો બીજીવાર સુપર ઓવર થાય છે તો જે ટીમ બીજી સુપર ઓવરમાં ચેજ કરી તે ટીમ પહેલા બેટિંગ કરે છે. નો-બોલ અને વાઇડ પર એક્સ્ટ્રા બોલ મળે છે અને રન પણ જોડાય છે. દરેક ટીમ સુપર ઓવર માટે 3 બેટ્સમેનને રમવા ઉતારે છે. માત્ર 2 વિકેટના પતનને જ મંજૂરી હોય છે. જો 2 વિકેટ પડી જાય છે, તો ઇનિંગ્સ તરત ખતમ થઈ જાય છે અને ભલે 6 બોલ પૂરા ન થયા હોય.

બીજી સુપર ઓવરની વાત કરીએ, તો સવાલ આવે છે કે, શું કેપ્ટન એવા બેટ્સમેન કે બોલરનો ઉપયોગ કરી શકે, જેને પહેલી ઓવરમાં ઉતારવામાં આવ્યાં હતા. તો જવાબ છે હા. બીજી સુપર ઓવરમાં કેપ્ટનને પહેલી સુપર ઓવરના ખેલાડીને ઉતારવાની તક આપવામાં આવે છે. મુખ્ય મેચમાં જે બોલર ચાર ઓવર ફેંકી ચૂક્યો છે, તે પણ સુપર ઓવરમાં બોલિંગ કરી શકે છે. જો હવામાન ખરાબ હોય તો સુપર ઓવર ન થઈ શકે, તો ગ્રુપ સ્ટેજ, સુપર 8માં મેચને ટાઈ ગણાવીને પોઇન્ટ્સને વહેંચી દેવામાં આવે છે. પરંતુ જો કોઈ સેમીફાઈનલ કે ફાઈનલ મેચ હોય તો સુપર ઓવર કરાવવા માટે સંપૂર્ણ પ્રયત્ન કરવામાં આવે છે, જો શક્ય ન બને તો, નવી જાહેરાત કરી શકાય છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *