દેશભરમાં પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. નવા દરો 20 માર્ચ 2026 થી અમલમાં આવ્યા છે જેના પરિણામે વિવિધ તેલ કંપનીઓ દ્વારા ઓફર કરવામાં આવતા પ્રીમિયમ ઇંધણના ભાવમાં વધારો થયો છે. પ્રીમિયમ પેટ્રોલ બ્રાન્ડ્સ ખાસ કરીને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) ‘સ્પીડ’, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) ‘પાવર’, અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) ‘XP95’ – ના ભાવમાં પ્રતિ લિટર ₹2.09 થી ₹2.35 સુધીનો વધારો કરવામાં આવ્યો છે.
રેગ્યુલર પેટ્રોલના ભાવમાં કોઈ ફેરફાર નહીં
જોકે સરેરાશ ગ્રાહકો માટે રાહતની વાત એ છે કે સ્ટાન્ડર્ડ પેટ્રોલ (રેગ્યુલર પેટ્રોલ) ના ભાવ હાલમાં યથાવત છે. તેલ કંપનીઓ દ્વારા પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં આ વધારો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં અસ્થિરતા જોવા મળી રહી છે. આ પરિસ્થિતિ નજીકના ભવિષ્યમાં ઇંધણના ભાવ પર વધુ અસર કરી શકે છે.
Premium petrol in India turns into costlier by as much as Rs 2.35 from March 20, 2026
Costs of BPCL’s Pace, HPCL’s Energy, and IOCL’s XP95 elevated by Rs 2.09–Rs 2.35 per litre.
Nonetheless, there isn’t a change within the value of standard petrol at current.— ANI (@ANI) March 20, 2026
ભારતના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ (માર્કેટિંગ અને ઓઇલ રિફાઇનરી) સુજાતા શર્માએ જણાવ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલના ભાવ નિયંત્રણમુક્ત કરવામાં આવ્યા છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે, હાલમાં સ્ટાન્ડર્ડ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો નથી. ફક્ત પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
ભારતમાં આ વધારો તેવા સમયે થયો છે જ્યારે ભારતે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા મધ્ય પૂર્વ તણાવના કારણે તેલ આપૂર્તિમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. જેના કારણે હોર્મુઝ જલડમરૂની વચ્ચે નાકાબંધી કરી દેવામાં આવી છે, જે એક મહત્ત્વપૂર્ણ વૈશ્વિક ઊર્જા આપૂર્તિનો માર્ગ છે.
ગુજરાતમાં અહીં એક જ ઘરના તમામ સભ્યોએ કરાવ્યું મુંડન, હૃદયસ્પર્શી વીડિયો વાયરલ
હાલમાં કાચા તેલની કિંતમો 100 ડોલરન આસપાસ બનેલી છે. કોટક ઈંસ્ટીટ્યૂશનલ ઈક્વિટીઝના HPCL ના નાણાકિય વર્ષ 2027 ના ઈબીઆઈટીડીએ અનુમાનોમાં લગભગ 45-47% ના કાપ મૂક્યો છે અને ચેતવણી આપી છે કે કાચા તેલની કિંમતો ઊંચી રહેવાની શક્યતા છે તો આવકમાં મોટો ઘટાડો થઈ શકે છે.
