એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર ડિફોલ્ટ મેસેજિંગ એપ્લિકેશન છે, જેનો ઉપયોગ લાખો યુઝર્સ કરતા હોય છે. ડિજીટલ યુગમાં હવે ઓનલાઈન શોપિંગથી લઈને કોઈપણ વેબસાઈટ કે એપમાં લોગઈન કરવા માટે વન ટાઈમ પાસવર્ડ (OTP) જરૂરી છે. આ જ કારણે મેસેજ બોક્સ OTPથી ભરાઈ જાય છે. આ OTP મેસેજને કારણે ફોનનું સ્ટોરેજ ફુલ થઈ જાય છે. આવી સ્થિતિમાં, તમારે એક બાદ એક એમ તે જૂના મેસેજને ડિલિટ કરવા પડે છે, જે કંટાળાજનક લાગે છે, ત્યારે આ સમસ્યાના હલ માટે અમે એક સરળ ટ્રિક લઈને આવ્યા છે.
