NEETમાં 800માંથી -12 માર્ક્સ, છતાં મળી ગયું ટોપ સરકારી મેડિકલ કોલેજમાં એડમિશન, નિષ્ણાતોએ વ્યક્ત કરી ચિંતા

NEETમાં 800માંથી -12 માર્ક્સ, છતાં મળી ગયું ટોપ સરકારી મેડિકલ કોલેજમાં એડમિશન, નિષ્ણાતોએ વ્યક્ત કરી ચિંતા

બ્લોગ BLOG
Spread the love


Final Up to date:

NEET PG Low Rating Admission : કેન્દ્ર સરકારે NEET PGના કટ-ઓફને ખૂબ જ ઘટાડી દેવાના નિર્ણય બાદથી સતત ચોંકાવનારા કિસ્સા સામે આવી રહ્યા છે. આ વખતે ન માત્ર સિંગલ ડિજિટ સ્કોર પરંતુ માઇનસ (-) 8 સ્કોર મેળવનારા ઉમેદવારોને પણ દેશની ટોચની સરકારી મેડિકલ કોલેજોમાં એડમિશન મળી રહ્યા છે. જેના લીધે સ્વાસ્થ્ય ક્ષેત્રે ફરી ચિંતાઓ ઊભી થઈ છે.

NEET PG કટ-ઓફ વિવાદ
NEET PG કટ-ઓફ વિવાદ

NEET PG Low Rating Admission: કેન્દ્ર સરકારે NEET PGના કટ-ઓફને ખૂબ જ ઘટાડી દેવાના નિર્ણય બાદથી સતત ચોંકાવનારા કિસ્સા સામે આવી રહ્યા છે. આ વખતે ન માત્ર સિંગલ ડિજિટ સ્કોર પરંતુ માઇનસ (-) 8 સ્કોર મેળવનારા ઉમેદવારોને પણ દેશની ટોચની સરકારી મેડિકલ કોલેજોમાં એડમિશન મળી રહ્યા છે. જેનાથી સ્વાસ્થ્ય ક્ષેત્રે ફરી ચિંતાઓ ઊભી થઈ છે. સૌથી વધુ ચોંકાવનારા એડમિશન હરિયાણા અને તમિલનાડુના ટોપ સરકારી મેડિકલ કોલેજોમાં સામે આવ્યા છે, જ્યાં નીટ પીજીમાં માઈનસ 8 અને માઈનસ 12 સ્કોર પર પણ બેઠકો મળી રહી છે.

હકીકતમાં, નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઈન મેડિકલ સાઈન્સ (NBEMS)એ 13 જાન્યુઆરીએ નીટ પીજી કાઉન્સેલિંગ માટે કટ-ઓફ ખૂબ જ ઘટાડી દીધું હતું. આ સુધારેલા ક્વોલિફાઈંગ માપદંડ NEET-PG 2025–26 ના ત્રીજા રાઉન્ડના કાઉન્સેલિંગ પર લાગુ થયા. હવે માઈનસમાં સ્કોર કરનારા ઉમેદવારોને પણ હાઈ-રિસ્ક ક્લિનિકલ સ્પેશયલિટી અને અઘરા મેડિકલ કોર્સમાં એડમિશન મળી રહ્યા છે.

-12 અને -8 માર્ક્સ ધરાવતા ઉમેદવારોને મળી ગઈ બેઠક

NEET PGના થર્ડ કાઉન્સેલિંગ રાઉન્ડમાં કટ-ઓફ એટલી ઘટી ગઈ છે કે, 800 માંથી શૂન્ય તો દૂર માઈનસ માર્ક્સ લાવ્યા હોય તેવા ઉમેદવારો પણ સરકારી મેડિકલ કોલેજોમાં એડમિશન મેળવી રહ્યા છે. તમિલનાડુના એક સરકારી મેડિકલ કોલેજમાં ફિઝિયોલોજીની એક સીટ માઈનસ 12 માર્ક્સ લાવનારા ઉમેદવારને આપવામાં આવી છે. આ ઉપરાંત બાયોકેમિસ્ટ્રીના એક ઉમેદવારને માઈનસ 8 માર્ક્સ પર બેઠક અને ઓર્થોપેડિક્સમાં માઈનસ 4 હોવા છતાં એક ઉમેદવારને બેઠક મળી છે, જે ખૂબ જ ચોંકાવનારું છે.

નવા કટ-ઓફ સ્કોર/પર્સેન્ટાઇલ

નવી જાહેરાત મુજબ, સામાન્ય કેટેગરી (Basic Class) માટે કટ-ઓફ 50 પર્સન્ટાઇલથી ઘટાડીને 7 પર્સન્ટાઇલ કરાયો છે, એટલે કે ક્વોલિફાઇંગ સ્કોર 276થી ઘટીને 103 થઇ ચૂક્યો છે. બીજી બાજુ, અનામત કેટેગરી (SC,ST અને OBC/Reserved Class) માટે કટ-ઓફ 40થી ઘટાડીને ‘શૂન્ય’ (Zero) કરી દેવાયો છે, જેનો અર્થ છે કે હવે માઇનસ 40 સ્કોર મેળવનારા લોકો પણ એડમિશન મેળવી શકે છે. બીજી બાજુ, અનામત કેટેગરી (SC,ST અને OBC/Reserved Class) માટે કટ-ઓફ 40થી ઘટાડીને ‘શૂન્ય’ (Zero) કરી દેવાયો છે, જેનો અર્થ છે કે હવે માઇનસ 40 સ્કોર મેળવનારા લોકો પણ ત્રીજા રાઉન્ડમાં સામેલ થઈ શકે છે.

NEET PG Low Score Admission one candidate got admission despite minus 12 marks experts express concern asm
મેડિકલ સિસ્ટમ પરથી લોકોનો વિશ્વાસ ઉઠી રહ્યો છે: શિક્ષણવિદ

જો કે, આ નિર્ણયનો વિરોધ પણ થઇ રહ્યો છે. જાણીતા શિક્ષણવિદ કેશવ કુમાર અગ્રવાલે આ અંગે કહ્યું કે, ‘લોકો એડમિશન લેવાનું કેમ ટાળી રહ્યા છે? આ દર્શાવે છે કે મેડિકલ સિસ્ટમ પરથી લોકોનો વિશ્વાસ ઉઠી રહ્યો છે. જે પરીક્ષામાં ટોપરે 800 માંથી 707 માર્ક્સ મેળવ્યા હોય, ત્યાં હવે માઈનસ (-40) માર્કસ મેળવનારને પણ એડમિશન મળી જશે. આ તો માત્ર પરીક્ષામાં બેસવા બદલ એડમિશન આપવા જેવી વાત છે.’

માઈનસ માર્કસ વાળા ડોક્ટર બનશે, તો તે દર્દીઓને શું સારવાર આપશે: FAIMA

બીજી બાજુ, ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશન (FAIMA) ના ડો. રોહન કૃષ્ણને પણ વિરોધ કરતા કહ્યું કે, ‘ઝીરો પર્સન્ટાઇલ કટ-ઓફનો અર્થ એ છે કે જે ઉમેદવારના માર્કસ માઇનસમાં છે તેને પણ પ્રવેશ મળશે. જો માઈનસ 40 માર્કસ મેળવનાર વ્યક્તિ ડોક્ટર કે સર્જન બનશે, તો તે દર્દીઓનું શું ઈલાજ કરશે અને કેવી સર્જરી કરશે?’

સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો મુદ્દો

આ વિવાદ એટલો ચગ્યો છે કે હવે આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. કેન્દ્ર સરકાર અને NBEMS એ સુપ્રીમ કોર્ટને તર્ક આપ્યો છે કે, દેશમાં હાલ 18000 જેટલી બેઠકો ખાલી છે. જો આટલી બધી બેઠકો ખાલી રહેશે તો ભવિષ્યમાં ડોકટરોની અછત સર્જાશે. તેથી ખાલી બેઠકો ભરવા માટે આ નિર્ણય લેવાયો છે. જો કે, સુપ્રીમ કોર્ટે આ અંગે આશ્ચર્ય વ્યક્ત કરતા મેડિકલ એજ્યુકેશન સ્ટેન્ડર્ડ પર જવાબ માંગ્યો છે. હવે આ મુદ્દે આગામી સુનાવણી માર્ચમાં થવાની સંભાવના છે.

ગુજરાતી સમાચાર/ ન્યૂઝ/Career/

NEETમાં 800માંથી -12 માર્ક્સ, છતાં મળી ગયું ટોપ સરકારી મેડિકલ કોલેજમાં એડમિશન, નિષ્ણાતોએ વ્યક્ત કરી ચિંતા



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *