આ યોજનામાં લઘુત્તમ રોકાણ ₹1,000 છે, જ્યારે મહત્તમ ₹30 લાખ સુધી કરી શકાય છે. જો કોઈ વ્યક્તિ ₹30 લાખનું રોકાણ કરે, તો તેમને દર વર્ષે લગભગ ₹2.46 લાખ વ્યાજ મળે – એટલે દર મહિને ₹20,500ની આકરી આવક ફક્ત વ્યાજથી જ મળે છે. આ આવક સંપૂર્ણપણે સુરક્ષિત હોય છે અને નિવૃત્તિ પછીની નાણાકીય જરૂરિયાતોને સંપૂર્ણપણે પૂરી કરી શકે છે.
