Mahashivratri 2026: મહાશિવરાત્રીના પર્વ પર શિવજીને ધરાવો ‘ભાંગના લાડુ’નો ભોગ, ખૂબ જ સરળ છે રેસીપી

Mahashivratri 2026: મહાશિવરાત્રીના પર્વ પર શિવજીને ધરાવો ‘ભાંગના લાડુ’નો ભોગ, ખૂબ જ સરળ છે રેસીપી

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

MahaShivaratri Bhang Ladu Recipe: મહાશિવરાત્રી 2026ના રોજ ભગવાન શિવને ભાંગના લાડુ ચઢાવો. આ લાડુ માત્ર સ્વાદિષ્ટ જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. તેની સરળ રેસીપી અને તેના સ્વાસ્થ્ય લાભો વિશે જાણો.

ભાંગના લાડુ કેવી રીતે બનાવવા?
ભાંગના લાડુ કેવી રીતે બનાવવા?

મહાશિવરાત્રી આવતાં જ ભગવાન શિવને ચઢાવવામાં આવતી ભાંગની ચર્ચા ચારેય તરફ થવા લાગે છે. આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર 16 ફેબ્રુઆરી, 2026ના રોજ ઉજવવામાં આવશે. મોટાભાગના લોકો ભાંગને નશા સાથે સંબંધિત પદાર્થ માને છે, પરંતુ ભાંગ ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે અને સાથે જ તે ખૂબ જ પૌષ્ટિક પણ છે. ભાંગના બીજથી બનેલા લાડુ મહાશિવરાત્રીના પર્વ પર ભગવાન શિવને ભોગ તરીકે અર્પણ કરી શકાય છે. સાથે જ તેને પ્રસાદ તરીકે પણ ભક્તોમાં વહેંચી શકાય છે.

ભાંગના આ લાડુ સ્વાદિષ્ટ હોવાની સાથે શરીરને તાકાત, હૂંફ અને ઘણા સ્વાસ્થ્યપ્રદ લાભો પણ આપે છે. ત્યારે આજે અહીં અમે તમને ભાંગના લાડુ બનાવવાની સરળ રેસિપી જણાવીશું.

જણાવી દઈએ કે ભાંગના બીજમાં ઓરોટિન, ફાઈબર, ઓમેગા ફેટી એસિડ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. ઠંડા વિસ્તારોમાં આ લાડુ શિયાળામાં અને ઉપવાસ દરમિયાન શરીરને એનર્જી આપવા માટે ખાવામાં આવે છે. ત્યારે મહાશિવરાત્રીના તહેવાર પર ભાંગના લાડુને ભગવાન શિવને અર્પણ કરીને તેને પ્રસાદ રૂપે ખાવાથી સ્વાદ પણ મળે છે અને સ્વાસ્થ્યને પણ લાભ થાય છે.

ભાંગના લાડુ બનાવવા માટેની સામગ્રી 

ભાંગના બીજ, દેશી ઘી, કાજુ, બદામનો લોટ, પીસેલો ગોળ અને ઇલાયચી.

ભાંગના લાડુ બનાવવાની રીત 

– સૌથી પહેલાં કઢાઈમાં ભાંગના બીજ લઈને તેને મધ્યમ આંચ પર 7થી 10 મિનિટ સુધી શેકો. ધ્યાન રાખો કે તેને એટલા જ શેકો કે બીજનો કલર હલકો થઈ જાય. બીજને વધુ પડતા શેકવાથી તેનો સ્વાદ કડવો થઈ શકે છે. શેક્યા બાદ તેને સંપૂર્ણ રીતે ઠંડા થવા દો.

– હવે કાજુને ઘીમાં શેકો. જેની માટે એક કઢાઈમાં ઘી ગરમ કરો અને કાજુ લો. તેને હળવું ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો. જેનાથી લાડુમાં સારો ક્રંચ અને સ્વાદ આવે છે.

– ભાંગના બીજ પીસો: જ્યારે ભાંગના બીજ ઠંડા થઈ જાય ત્યારે તેને ઇલાયચી સાથે મિક્સરમાં નાંખીને પીસી લો. જોકે, ધ્યાન રાખો કે તેને એકદમ ઝીણો પાવડર ન બનાવો. તેને કકરો રાખવાથી લાડુ સારા બને છે.

– મિશ્રણ તૈયાર કરો: એક મોટા બાઉલમાં ભાંગના બીજનો પાઉડર, બદામનો લોટ અને પીસેલો ગોળ લો. હવે તેમાં ઘીમાં શેકેલા કાજુ મિક્સ કરીને બધાને સારી રીતે મિક્સ કરો.

– લાડુ બનાવો: મિશ્રણને હાથેથી દબાવતાં સારી રીતે મિક્સ કરો. હવે નાના ભાગને લઈને ગોળ લાડુ બનાવી લો. જો મિશ્રણ વધુ ડ્રાય લાગે, તો થોડું ગરમ ઘી કે બદામનું માખણ મિક્સ કરી શકો છો.

ભાંગના લાડુ ખાવાના ફાયદા 

ભાંગના લાડુ ખાવાથી શરીરને એનર્જી અને ગરમી મળે છે. તે પાચનક્રિયા માટે ફાયદાકારક હોય છે. ભાંગના લાડુ ખાવાથી સ્કિન અને વાળમાં ચમક આવે છે. તેની ખાસ વાત એ છે કે આ લાડુ હાડકાંને પણ મજબૂત બનાવે છે.

Disclaimer

(અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. ન્યૂઝ18 ગુજરાતી આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *