જૈન ધર્મના લોકો કંદમૂળ ખાવાનું ટાળે છે. ત્યારે ચોમાસામાં બટાકા વડાની જગ્યાએ તમે સ્વાદિષ્ટ કેળાના વડા ઘરે સરળતાથી બનાવી શકો છો.
કેળાના વડા બનાવવા માટે પાકા કેળા, બેસન, ચોખાનો લોટ, લીલા મરચા, કોથમીર, હળદર પાઉડર, લાલ મરચું, જીરું, તેલ અને મીઠું સહિતની સામગ્રીની જરુરત પડશે.
હવે સૌથી પહેલા એક વાસણમાં ચણાનો લોટ લો. તેમાં સ્વાદ અનુસાર મીઠું અને હળદર પાઉડર, હીંગ અને ચોખાનો લોટ ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેમાં થોડું થોડું પાણી ઉમેરી બેટર તૈયાર કરી લો.
હવે પાકેલા કેળાને મેશ કરી નાખો. એક પેનમાં તેલ ગરમ કરવા મુકો. ત્યારબાદ તેમાં રાઈ, હિંગ, મીઠા લીમડાના પાન, લીલા મરચા, હળદર, લાલ મરચું પાઉડર અને જીરું ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યારબાદ મેશ કરેલા કેળાને ઉમેરી મિક્સ કરો.
હવે એમાં લીલા મરચાની પેસ્ટ ઉમેરો અને કેળાના મિશ્રણમાંથી ગોળ બનાવી લો. હવે તેલ ગરમ કરો અને બધા વડા ચણાના લોટના બેટરમાં ડીપ કરી લો.
તેલ ગરમ થાય એટલે કેળાના વડા તેલમાં ફ્રાય કરો. વડા બંન્ને સાઈડથી ગોલ્ડન થાય ત્યાં સુધી થવા દો. પછી તમે આ વડાને ચટણી સાથે સર્વ કરી શકો છો.