Final Up to date:
જાફરાબાદી ભેંસની કિંમત ઊંચી હોય છે. તેમજ તેની પાડીની પણ કિંમત લાખોમાં બોલાય છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોલવા ગામના પશુપાલક પાસે જાફરાબાદી ખડેલી છે. આ ખડેલની કિંમત પાંચ લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે. આ ખડેલની માતા રોજનું 22 લિટર દૂધ આપે છે.
અમરેલી: ગુજરાતમાં મોટાપાયે પશુપાલન થઈ રહ્યું છે. પશુપાલકો પાસે સારી નસલની ભેંસ અને ગાય હોય છે. ખાસ કરીને ભેંસોમાં જાફરાબાદી અને બન્ની નસલની ભેંસની કિંમત સારી હોય છે. આ નસલની ભેંસ દૂધ પણ વધારે આપે છે. આ નસલની ભેંસના પાડી કે ખડેલાની કિંમત પણ ઊંચી હોય છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના પશુપાલક પાસે બે વર્ષની ખડેલી (બેથી ત્રણ વર્ષની ભેંસ) છે. આની કિંમત પાંચ લાખ રૂપિયા છે.
દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના કોલવા ગામના ભીમાભાઈ પીઠાભાઈ નંદાણિયાની ઉંમર 49 વર્ષ છે. ભીમાભાઈ વર્ષોથી પશુપાલનનો વ્યવસાય કરી રહ્યા છે. પશુપાલક પાસે જાફરાબાદી ભેંસની એક ખડેલી છે. આ ખડેલીનું નામ ‘કોયલ’ છે. આ ખડેલીની ઉંમર ત્રણ વર્ષની થઈ છે. ખડેલની ઊંચાઈ પાંચ ફૂટ અને ત્રણ ઇંચ છે. લંબાઈ આઠ ફૂટ અને 10 ઇંચ છે. અંદાજીત વજન 560 કિલો છે. તેની શીંગડાની ગોળાઈ એક ફૂટ છે. આ ખડેલની અન્ય પશુપાલકે પાંચ લાખમાં માંગણી કરી હતી.

પશુપાલક ભીમાભાઈ નંદાણિયાએ જણાવ્યું હતું કે, આ ‘કોયલ’ નામની ખડેલીની માતા રોજ 22 લિટર દૂધ આપે છે. હાલ આ ખડેલી તૈયાર થતા સમયે 22 થી 25 લિટર રોજનું દૂધ આપશે. જ્યારે ઊંચાઈ લંબાઈ વધુ સારી હોવાથી આ ખડેલી લાખો રૂપિયામાં માંગણી અન્ય પશુપાલકો કરે છે. મારી પાસે સાત પશુ છે અને ઘીનું વેચાણ કરીએ છીએ. મહિને 25 કિલો ઘીનું વેચાણ કરીએ છીએ. એક કિલો ઘીના ભાવ 650 રૂપિયા મળે છે. ઘીનું સ્થાનિક વિસ્તારમાં વેચાણ કરીએ છીએ. આ ખડેલી અન્ય પશુપાલકોએ પાંચ લાખમાં માંગી હતી. પરંતુ હું 10 લાખ રૂપિયામાં પણ વેચવા માંગતો નથી. આ ખડેલીની માતા 22 લિટર દૂધ આપે છે. આ પણ 22 થી 25 લિટર દૂધ આપશે.
સૌરાષ્ટ્રના ખેડૂતો પશુપાલન કરી રહ્યા છે. પશુપાલનમાંથી સારી આવક મેળવે છે. ગાય અને ભેંસ રાખીને સારી કમાણી કરે છે. પશુપાલક દૂધ અને ઘીનું વેચાણ કરે છે. તેમજ અનેક ખેડૂતો દૂધના પેંડા બનાવી વેચાણ કરે છે. તેમજ અનેક પશુપાલક સારી નસલના પશુનો ઉછેર કરીને તેનું વેચાણ કરે છે અને સારી આવક મેળવી રહ્યા છે. સારી નસલના પશુઓની કિંમત લાખો રૂપિયા હોય છે. તેમજ પશુપાલક આવા પશુના મોં માંગ્યા રૂપિયા આપવા તૈયાર હોય છે.
October 03, 2024 11:10 AM IST
