IPOs This Week: સોમવારથી કેટલા નવા IPO ખુલશે? કેટલી કંપનીઓનું લિસ્ટિંગ થશે? અહીં જાણી લો

IPOs This Week: સોમવારથી કેટલા નવા IPO ખુલશે? કેટલી કંપનીઓનું લિસ્ટિંગ થશે? અહીં જાણી લો

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love


Final Up to date:

IPOs This Week: 19 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા સપ્તાહમાં 4 નવા IPO ખુલવા જઈ રહ્યા છે. જેમાંથી એક Shadowfax Applied sciences IPO મેઇનબોર્ડ સેગમેન્ટનો છે. જ્યારે બાકીના SME સેગમેન્ટના IPO છે.

સોમવારથી કેટલા નવા IPO ખુલશે?
સોમવારથી કેટલા નવા IPO ખુલશે?

IPOs This Week: 19 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા સપ્તાહમાં 4 નવા IPO ખુલવા જઈ રહ્યા છે. જેમાંથી એક Shadowfax Applied sciences IPO મેઇનબોર્ડ સેગમેન્ટનો છે. જ્યારે બાકીના SME સેગમેન્ટના IPO છે. આ ઉપરાંત પહેલેથી ચાલી રહેલા 2 IPOમાં પણ રોકાણ કરવાની છેલ્લી તક મળશે અને 7 કંપનીઓના શેરની માર્કેટમાં લિસ્ટિંગ થશે. ચાલો, આ વિશે વિગતવાર જાણીએ..

Shadowfax Applied sciences IPO

મેઈનબોર્ડ સેગમેન્ટમાં 1907.27 કરોડનો પબ્લિક ઈશ્યૂ 20 જાન્યુઆરીએ ખુલશે અને 22 જાન્યુઆરીએ બંધ થશે. આ IPOની પ્રાઈઝ બેન્ડ શેર દીઠ 118-124 રૂપિયા નક્કી કરવામાં આવી છે અને એક લોટમાં 120 શેર છે. આ કંપનીના IPOનું લિસ્ટિંગ BSE અને NSE પર 28 જાન્યુઆરીએ થવાની શક્યતા છે.

Digilogic Techniques IPO

81.01 કરોડ રૂપિયાનો પબ્લિક ઈશ્યૂ 20 જાન્યુઆરીએ ખુલશે અને 22 જાન્યુઆરીએ બંધ થશે. પ્રાઈસ બેન્ડની વાત કરીએ તો કંપનીએ શેર દીઠ પ્રાઈઝ બેન્ડ 98-104 રૂપિયા નક્કી કરી છે, જ્યારે એક લોટમાં 1200 શેર છે. આ IPOનું લિસ્ટિંગ BSE SME પર 28 જાન્યુઆરીએ થઈ શકે છે.

KRM Ayurveda IPO

આ IPO 21 જાન્યુઆરીએ ખુલશે અને 23 જાન્યુઆરીએ બંધ થશે. કંપની IPO દ્વારા 77.49 કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે. પ્રાઈઝ બેન્ડની વાત કરીએ તો કંપનીએ શેર દીઠ ₹128-₹135 નક્કી કરી છે અને એક લોટમાં 1000 શેર છે. IPO બંધ થયા બાદ શેર NSE SME પર 29 જાન્યુઆરીએ લિસ્ટ થઈ શકે છે.

Shayona Engineering IPO

આ પબ્લિક ઈશ્યૂની સાઈઝ માત્ર 10 લાખ રૂપિયા છે. IPO 22 જાન્યુઆરીએ ખુલશે અને 27 જાન્યુઆરીએ બંધ થશે. શેર BSE SME પર 30 જાન્યુઆરીએ લિસ્ટ થવાના છે. જોકે, પ્રાઈસ બેન્ડ હજુ સુધી નક્કી થઈ નથી.

Armour Safety IPO

આ IPO 14 જાન્યુઆરીએ ખુલ્યો હતો અને 19 જાન્યુઆરીએ બંધ થશે. તેને હાલમાં આશરે 50% સબસ્ક્રિપ્શન મળ્યું છે. કંપની 26.51 કરોડ રૂપિયા એકત્ર કરવા માગે છે. આ IPOની પ્રાઈઝ બેન્ડ ₹55-₹57 પ્રતિ શેર અને લોટ સાઈઝ 2000 શેર છે. IPO 22 જાન્યુઆરીએ NSE SME પર લિસ્ટ થઈ શકે છે.

Aritas Vinyl IPO

₹37.52 કરોડનો આ ઈશ્યૂ હાલમાં આશરે 47% ભરાયો છે. આ IPO 16 જાન્યુઆરીએ ખુલ્યો હતો અને 20 જાન્યુઆરીએ બંધ થશે. તેની પ્રાઈસ બેન્ડ ₹40–₹47 પ્રતિ શેર અને લોટ સાઈઝ 3000 શેર છે. કંપનીની લિસ્ટિંગ BSE SME પર 23 જાન્યુઆરીએ થઈ શકે છે.

આવતા સપ્તાહમાં લિસ્ટિંગ થનાર કંપનીઓ

19 જાન્યુઆરીએ મેઈનબોર્ડમાં BSE અને NSE પર Bharat Coking Coalની લિસ્ટિંગ થઈ શકે છે. આ દિવસે BSE SME પર Defrail Applied sciences અને NSE SME પર Avana Electrosystemsના શેર માર્કેટમાં એન્ટ્રી કરી શકે છે. 21 જાન્યુઆરીએ BSE અને NSE પર Amagi Media Labsની લિસ્ટિંગ થઈ શકે છે. તે જ દિવસે BSE SME પર Narmadesh Brass Industries, GRE Renew Enertech અને INDO SMCની લિસ્ટિંગ થવાની છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી શેરબજારની જાણકારી ફક્ત સામાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *