IND vs PAK: અર્શદીપ સિંહ નહીં આ સ્પિનરને આપો ભારતની પ્લેઇંગ 11માં સ્થાન, સુનીલ ગાવસ્કરે આપી સલાહ, જાણો શું છે કારણ

IND vs PAK: અર્શદીપ સિંહ નહીં આ સ્પિનરને આપો ભારતની પ્લેઇંગ 11માં સ્થાન, સુનીલ ગાવસ્કરે આપી સલાહ, જાણો શું છે કારણ

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:

ભારતના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરને આશા છે કે, રવિવારે કોલંબોમાં પાકિસ્તાન સામે રમાનાર ટી20 વર્લ્ડ કપની મેચમાં ભારતીય ટીમ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહની જગ્યાએ લેગ સ્પિનર કુલદીપ યાદવને પ્લેઇંગ 11માં સામેલ કરશે.

સુનિલ ગાવસ્કરે પાકિસ્તાન સામે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11 પર આપી સલાહ
સુનિલ ગાવસ્કરે પાકિસ્તાન સામે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11 પર આપી સલાહ

નવી દિલ્હી: ભારતના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરને આશા છે કે, રવિવારે કોલંબોમાં પાકિસ્તાન સામે રમાનાર ટી20 વર્લ્ડ કપની મેચમાં ભારતીય ટીમ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહની જગ્યાએ લેગ સ્પિનર કુલદીપ યાદવને પ્લેઇંગ 11માં સામેલ કરશે. નામીબિયાના બેટ્સમેનોએ ગુરુવારે અર્શદીપની ઓવર્સમાં ખૂબ રન બનાવ્યાં હતા. તેણે પોતાના કોટાની ચાર ઓવર પણ પૂરી કરી નહોતી. ગાવસ્કરે સ્ટાર સ્પોર્ટ્સના એક કાર્યક્રમમાં કહ્યું, આપણા તમામ બોલર્સે વિકેટ લીધી, અર્શદીપે પોતાની ચાર ઓવર પૂરી કરી નહીં, જ્યારે શિવમ દુબેએ બે ઓવર અને હાર્દિકે પોતાનો કોટા પૂરો કર્યો.

તેનાથી સંકેત મળે છે કે, કુલદીપ યાદવ પાકિસ્તાન સામે મેચમાં અર્શદીપની જગ્યા લઈ શકે છે. તેણે કહ્યું કે, શ્રીલંકાની પીચો સ્પિનરો માટે મદદગાર છે અને ભારતનો ત્રણ સ્પિનરો સાથે રમવાનો ઇતિહાસ રહ્યો છે. મને આશા છે કે, કોલંબોમાં પાકિસ્તાન સામે રમાનાર મેચમાં કુલદીપને પ્લેઇંગ 11માં સામેલ કરવામાં આવે.

ગાવસ્કરે કહ્યું કે, “ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાન સામેની મેચને ધ્યાનમાં રાખતા પોતાની બોલિંગમાં બદલાવ કર્યા. હાર્દિકે પહેલી ઓવર કરી જેનાથી સ્પષ્ટ સંકેત મળે છે કે, અર્શદીપ કદાચ પાકિસ્તાન સામે નહીં રમે. વરુણ ચક્રવર્તીએ માત્ર બે ઓવર ફેંકી અને જો તેણે પોતાની તમામ ચાર ઓવર ફેંકી હોય તો તે પાંચ કે છ વિકેટ લઈ શક્યો હોત.”

તેણે કહ્યું, “વરુણ ચક્રવર્તીની સૌથી સારી વાત એ છે કે, જ્યારે પણ તેને બોલિંગ કરવાનું કહેવામાં આવે છે, તો વિકેટ લે છે. અક્ષર પટેલે ત્રણ ઓવરમાં બે વિકેટ લીધી, આ સારા સંકેત છે.”

ગાવસ્કરે તેની સાથે કહ્યું કે, “અનફિટ અભિષેક શર્માની જગ્યાએ પ્લેઇંગ 11માં બેટ્સમેન તરીકે શામેલ કરવામાં આવેલા સંજુ સેમસનને ક્રિજથી દૂર જઈને રમવામાં સમસ્યા થઈ રહી છે. સેમસન આઠ બોલમાં 22 રન બનાવીને આઉટ થયો. જેમાં 3 છગ્ગા સામેલ હતા. તેણે કહ્યું, સંજુ સેમસનની સમસ્યા ટેક્નિકલ છે. તે ક્રીઝમાં ખૂબ જ પાછળ જતો રહે છે અને ફ્લિક શોટ રમે છે. તેણે સુધારો કરવાની જરૂર છે. ખાસ કરીને જ્યારે તે પોતાની ઇનિંગની શરૂઆત કરે છે.”



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *