IND vs NED T20 World Cup 2026 LIVE : ટી 20 વર્લ્ડ કપ 2026, ભારતે ટોસ જીત્યો, બેટિંગ કરવાનો નિર્ણય કર્યો

IND vs NED T20 World Cup 2026 LIVE : ટી 20 વર્લ્ડ કપ 2026, ભારતે ટોસ જીત્યો, બેટિંગ કરવાનો નિર્ણય કર્યો

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


T20 World Cup 2026, India vs Netherlands LIVE Cricket Rating Updates : ટી 20 વર્લ્ડ કપ 2026ની 36મી મેચમાં નેધરલેન્ડ્સ સામે ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. બંને ટીમો માટે આ છેલ્લી ગ્રુપ સ્ટેજ મેચ છે. ભારતીય ટીમ સુપર-8 માં પહોંચી ગઈ છે. તેણે 3 માંથી 3 મેચ જીતી છે. નેધરલેન્ડ 2 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે.

અમદાવાદમાં હવામાન કેવું રહેશે?

અમદાવાદમાં હવામાનની વાત કરીએ તો હવામાન હાલમાં સ્વચ્છ છે. દિવસ દરમિયાન તડકો છે અને મહત્તમ તાપમાન 30 થી 32 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહે છે. વરસાદની સંભાવના નથી. મેચ કોઈપણ વિક્ષેપ વિના રમાશે. જોકે રાત્રે ઝાકળ બીજા દાવમાં બોલિંગ માટે સમસ્યા ઊભી કરી શકે છે.

અમદાવાદની પીચ કેવી રહેશે?

અત્યાર સુધી દક્ષિણ આફ્રિકાએ આ મેદાન પર રમાયેલી ત્રણેય મેચમાં 170 થી વધુ રન બનાવ્યા છે. અત્યાર સુધી રાત્રિ મેચોમાં બેટિંગનું પ્રભુત્વ રહ્યું છે. સ્વિંગ બોલરોને સાંજે થોડી મદદ મળી શકે છે. સ્પિનરોને આ પીચ પર ખાસ મદદ નહીં મળે. જોકે વેરિએશન બોલરોને મદદ કરી શકે છે. ઝાકળને કારણે પાછળથી બોલિંગ કરતી ટીમને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. જો ભારતીય ટીમ આ મેદાન પર પહેલા બેટિંગ કરે છે તો તે નેધરલેન્ડ્સ સામે ઓછામાં ઓછા 200 કે 220 રન બનાવી શકે છે.

બન્ને સંભવિત ટીમો આ પ્રમાણે છે

ભારત : અભિષેક શર્મા, ઈશાન કિશન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શિવમ દુબે, હાર્દિક પંડયા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ. 

નેધરલેન્ડ્સ : માઈકલ લેવિટ, મેક્સ ઓ’ડાઉડ, બાસ ડી લીડે, કોલિન એકરમેન, સ્કોટ એડવર્ડ્સ (કેપ્ટન), ઝેક લિયોન કેચેટ, લોગાન વાન બીક, આર્યન દત્ત, રોલોફ વાન ડેર મર્વે, કાયલે કેલિન, ફ્રેડ ક્લાસેન.

  • Feb 18, 2026 18:35 IST

    IND vs NED LIVE : ભારતે ટોસ જીત્યો, બેટિંગ કરવાનો નિર્ણય કર્યો

    ટી 20 વર્લ્ડ કપ 2026ની 36મી મેચમાં નેધરલેન્ડ્સ સામે ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. 

  • Feb 18, 2026 18:09 IST

    IND vs NED LIVE : અમદાવાદની પીચ કેવી રહેશે?

    અમદાવાદમાં અત્યાર સુધી દક્ષિણ આફ્રિકાએ આ મેદાન પર રમાયેલી ત્રણેય મેચમાં 170 થી વધુ રન બનાવ્યા છે. અત્યાર સુધી રાત્રિ મેચોમાં બેટિંગનું પ્રભુત્વ રહ્યું છે. સ્વિંગ બોલરોને સાંજે થોડી મદદ મળી શકે છે. સ્પિનરોને આ પીચ પર ખાસ મદદ નહીં મળે. જોકે વેરિએશન બોલરોને મદદ કરી શકે છે. ઝાકળને કારણે પાછળથી બોલિંગ કરતી ટીમને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. જો ભારતીય ટીમ આ મેદાન પર પહેલા બેટિંગ કરે છે તો તે નેધરલેન્ડ્સ સામે ઓછામાં ઓછા 200 કે 220 રન બનાવી શકે છે.

  • Feb 18, 2026 17:12 IST

    IND vs NED LIVE : અમદાવાદમાં હવામાન કેવું રહેશે

    અમદાવાદમાં હવામાનની વાત કરીએ તો હવામાન હાલમાં સ્વચ્છ છે. દિવસ દરમિયાન તડકો છે અને મહત્તમ તાપમાન 30 થી 32 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહે છે. વરસાદની સંભાવના નથી. મેચ કોઈપણ વિક્ષેપ વિના રમાશે. જોકે રાત્રે ઝાકળ બીજા દાવમાં બોલિંગ માટે સમસ્યા ઊભી કરી શકે છે.

  • Feb 18, 2026 17:11 IST

    IND vs NED LIVE : આજે ભારત વિ નેધરલેન્ડ્સ મેચ

    ટી 20 વર્લ્ડ કપ 2026ની 36મી મેચમાં ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. બંને ટીમો માટે આ છેલ્લી ગ્રુપ સ્ટેજ મેચ છે. ભારતીય ટીમ સુપર-8 માં પહોંચી ગઈ છે. તેણે 3 માંથી 3 મેચ જીતી છે. નેધરલેન્ડ 2 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *