Final Up to date:
IND vs AFG U19 World Cup: હરારે સ્પોર્ટ્સ ક્લબમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે અંડર 19 વર્લ્ડ કપની સેમીફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં ટીમ ઇન્ડિયાએ અફઘાનિસ્તાનને હરાવીને ફાઈનલમાં એન્ટ્રી કરી છે.
IND vs AFG U19 World Cup: હરારે સ્પોર્ટ્સ ક્લબમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે અંડર 19 વર્લ્ડ કપની સેમીફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં ટીમ ઇન્ડિયાએ અફઘાનિસ્તાનને હરાવીને ફાઈનલમાં એન્ટ્રી કરી છે. મેચમાં અફઘાનિસ્તાને ભારત સામે જીતવા માટે 311 રનનો ટાર્ગેટ સેટ કર્યો હતો. ટાર્ગેટનો પીછો કરતા ભારતે 41.1 ઓવરમાં જ સાત વિકેટે જીત નોંધાવી છે. ભારતીય ટીમની જીતમાં એરોન જોર્જે મહત્વની ભૂમિકા ભજવી હતી. જોર્જે 115 રન બનાવ્યાં હતા.
હવે ટીમ ઇન્ડિયાની ટક્કર ઇંગ્લેન્ડ સામે થશે. ઇંગ્લેન્ડે પહેલી સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને 27 રને હરાવ્યું હતુ. આ ટુર્નામેન્ટની ખિતાબી મેચ 6 ફેબ્રુઆરીએ હરારે ખાતે રમાશે.
ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 310 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. તેમના બેટ્સમેનોએ ભારતીય બોલર્સ પર દબાણ બનાવવા માટે ભરચક પ્રયત્ન કર્યો. મધ્યક્રમમાં ફૈઝલ અને ઉઝૈરુલ્લાની શતકીય ઇનિંગ્સે ટીમને મજબૂત આધાર આપ્યો અને છેલ્લી ઓવરમાં ઝડપી રન બનાવીને સ્કોરને 300ની પાર પહોંચાડ્યો.
311 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું હતુ. ઓપનર વૈભવ સુર્યવંશીએ ધમાકેદાર શરૂઆત કરી અને અફઘાન બોલર્સ પર દબાણ વધાર્યું. તેમની ઝડપી બેટિંગે ભારતને પાવરપ્લેમાં શાનદાર શરૂઆત અપાવી. વૈભવે માત્ર 33 બોલમાં 68 રન બનાવ્યા જેમાં 9 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ હતા. 10 ઓવરમાં વૈભવ આઉટ થયો ત્યારે સ્કોરબોર્ડ પર 90 રન હતા. વૈભવ સાથે ઓપનિંગ કરવા આવેલા એરોન જૉર્જે પણ સેમિફાઈનલને સંપૂર્ણપણે ભારત તરફ વાળી દીધી. એરોન જૉર્જે ખૂબ જ સંયમ અને આત્મવિશ્વાસ સાથે શતકીય ઇનિંગ્સ રમી. એરોને 104 બોલમાં 115 રન બનાવ્યા.
કેપ્ટન આયુષ મ્હાત્રેએ પણ જવાબદારીભરી ઇનિંગ્સ રમી અને ટીમને મજબૂતી આપી. તેની ઇનિંગ્સે ટીમને દબાણમાંથી બહાર રાખી અને ભાગીદારી લાંબા સમય સુધી ટકી રહી. આયુષે અનુભવ અને પરિપક્વતાનો શાનદાર પરિચય આપ્યો, જે યુવા કપ્તાન માટે ખૂબ જ પ્રશંસનીય છે. આયુષે 59 બોલમાં 62 રન બનાવ્યા અને જૉર્જ સાથે 114 રનની મેચ જીતાડનારી પાર્કટનરશીપ કરી, જે ટીમને ફાઈનલમાં પહોંચાડવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ. ભારતીય બેટ્સમેનોની આ શાનદાર ભાગીદારી સામે અફઘાનિસ્તાનના બોલર્સ નિરાશ દેખાયા. ટાર્ગેટનો પીછો કરતા ભારતે ખૂબ જ સરળતાથી 312 રન પૂરા કરી મેચ પોતાના નામે કરી લીધી.
આ જીત સાથે ભારતે ફરી એકવાર સાબિત કરી દીધું કે તેનું અંડર-19 ક્રિકેટ સ્ટ્રક્ચર દુનિયામાં સૌથી મજબૂત છે. અરુણ જૉર્જનું શતક, વૈભવ સુર્યવંશીની ધમાકેદાર શરૂઆત અને આયુષ મહાત્રેની કપ્તાની ઇનિંગ્સ આ ઐતિહાસિક જીતના મુખ્ય આધાર રહ્યા.

