ICCએ બાંગ્લાદેશની હવા કાઢી નાખી, હવે ભારતમાં જ રમવી પડશે તમામ મેચ, જો વાત નહીં માને તો…

ICCએ બાંગ્લાદેશની હવા કાઢી નાખી, હવે ભારતમાં જ રમવી પડશે તમામ મેચ, જો વાત નહીં માને તો…

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


Final Up to date:

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) બોર્ડે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડની (BCB) માગને ફગાવી દીધી છે, જેમાં તેણે પોતાની મેચ ભારતથી અન્ય કોઈ દેશમાં કરાવવાનો અનુરોધ કર્યો હતો.

ICCનું BCBને અલ્ટિમેટમ
ICCનું BCBને અલ્ટિમેટમ

T20 World cup 2026: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) બોર્ડે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડની (BCB) માગને ફગાવી દીધી છે, જેમાં તેણે પોતાની મેચ ભારતથી અન્ય કોઈ દેશમાં કરાવવાનો અનુરોધ કર્યો હતો. આ પ્રસ્તાવ વોટિંગ માટે રાખવામાં આવ્યો, જેમાં BCBને હારનો સામનો કરવો પડ્યો છે. કુલ 16 દેશોના વોટિંગમાંથી 14એ બાંગ્લાદેશના પ્રસ્તાવની વિરુદ્ધ વોટિંગ કર્યું, જ્યારે માત્ર 2 દેશ પાકિસ્તાન અને બાંગ્લાદેશે તેના સમર્થનમાં મતદાન કર્યું.

ICCએ હવે BCBને સ્પષ્ટ કરી દીધું છે કે, તે આ નિર્ણયની જાણકારી પોતાની સરકારને આપી દે. સાથે જ એ પણ ચેતવણી આપવામાં આવી છે કે, જો બાંગ્લાદેશ આ મુદ્દા પર અડગ રહે છે અને ભારતમાં રમવાથી ઇનકાર કરે છે, તો તેને ટૂર્નામેન્ટથી બહાર કરી દેવામાં આવશે.

સૂત્રો અનુસાર આવી સ્થિતિમાં બાંગ્લાદેશની જગ્યાએ સ્કોટલેન્ડને ટૂર્નામેન્ટમાં જગ્યા આપવામાં આવી શકે છે. ICCએ આ આખા મામલાને લઈને ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે અને જલદી જ અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે.

વિવાદની શરૂઆત ત્યારે થઈ, જ્યારે મુસ્તફિઝુર રહેમાનનો આઈપીએલ કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો, ત્યાર બાદ BCBએ ICCને ઔપચારિક અનુરોધ કર્યો હતો કે, બાંગ્લાદેશની મેચો ભારતની બહાર કરાવવામાં આવે. BCBનો અનુરોધ હતો કે, સુરક્ષા અને ખેલાડીઓની સેફ્ટીનો હવાલો આપતા ટીમને ભારત મોકલવાથી ઇનકાર કરી દીધો હતો. હવે આઈસીસીના નિર્ણય પછી BCBની હવા નીકળી ગઈ છે.

બાંગ્લાદેશ સરકારે દબાણમાં BCBએ આયરલેન્ડ સાથે ગ્રુપ બદલાવવાનો પ્રસ્તાવ આપ્યો. બાંગ્લાદેશ ગ્રુપ Cમાં છે. જ્યાં તેની ત્રણ મેચ કોલકાતા અને એક મેચ મુંબઈમાં રમાવાની છે. બાંગ્લાદેશ ઇચ્છતું હતું કે, તેનું ગ્રુપ ચેન્જ કરવામાં આવે, એવામાં તેને ગ્રુપ Bમાં મોકલવામાં આવ્યું હોત, જેમાં તેની મેચ શ્રીલંકામાં રમાઈ હોત.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *