લાખો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) સભ્યો માટે રાહતના સમાચાર છે. PTIના અહેવાલ મુજબ શ્રમ અને રોજગાર મંત્રાલય 7.11 લાખથી વધુ બંધ અથવા નિષ્ક્રિય EPF ખાતાઓનું સમાધાન કરવાની તૈયારી કરી રહ્યું છે. આ પહેલ હેઠળ ₹1,000 સુધીના બેલેન્સવાળા ભંડોળ સભ્યોને આપમેળે (ઓટોમેટિક) પરત કરી શકાય છે.
અહેવાલમાં જણાવાયું છે કે આ નાના, નિષ્ક્રિય ખાતાઓમાં દાવો ન કરાયેલા આશરે ₹30.52 કરોડ ટૂંક સમયમાં સભ્યોના આધાર-લિંક્ડ બેંક ખાતાઓમાં (કોઈપણ પેપરવર્ક, દાવા ફોર્મ અથવા EPFO ​​ઓફિસની મુલાકાતો વિના) સીધા જમા કરવામાં આવશે.
1,000 રૂપિયા કે તેથી ઓછા બેલેન્સ આપમેળે ખાતામાં આવી જશે.
સત્તાવાર સૂત્રોને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે શ્રમ મંત્રાલયે 7.11 લાખ નિષ્ક્રિય EPF ખાતાઓનું સમાધાન કરવાનો નિર્ણય લીધો છે, જેમાં દરેક ખાતામાં 1,000 રૂપિયા કે તેથી ઓછા બેલેન્સ છે.
EPFO સફાઈ અભિયાનની ખાસ વાત એ છે કે આ નિષ્ક્રિય ખાતાઓના સભ્યોએ કોઈ અરજી દાખલ કરવાની રહેશે નહીં કે કોઈ ભૌતિક ચકાસણી કરાવવાની રહેશે નહીં. તેમને EPFO ​​ઑફિસની મુલાકાત પણ લેવાની રહેશે નહીં. આ રકમ આપમેળે તેમના આધાર-લિંક્ડ બેંક ખાતાઓમાં જમા થઈ જશે.
9 થી 14 વર્ષની છોકરીઓ માટે દેશભરમાં શરૂ થશે HPV વેક્સીનેશન, સર્વાઇકલ કેન્સર સામે લડવા માટે તૈયારીઓ શરૂ
અહેવાલમાં શ્રમ મંત્રાલયના એક સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, “નિવૃત્તિ ભંડોળ સંસ્થા EPFO ​​ના 7 લાખથી વધુ નિષ્ક્રિય ખાતાઓમાં ફસાયેલા કુલ 30.52 કરોડ રૂપિયા ટૂંક સમયમાં ખાતાધારકો અથવા તેમના કાનૂની વારસદારોને પરત કરવામાં આવશે.”
જો ગ્રાહકનું મૃત્યુ થયું હોય તો પૈસા નોમિની અથવા કાનૂની વારસદારને આપવામાં આવશે, જેથી ખાતરી થાય કે ભંડોળ યોગ્ય લાભાર્થી સુધી પહોંચે.
શું હોય છે ઈનઓપરેટિવ ઈપીએફ એકાઉન્ટ?
જો કર્મચારીને 36 મહિનાથી વધુ સમયથી નોકરીદાતા તરફથી કોઈ યોગદાન મળ્યું નe હોય તો EPF ખાતું નિષ્ક્રિય માનવામાં આવે છે. આવા ઘણા ખાતા એવા લોકોના હોય છે જેમણે નોકરી બદલી છે, નિવૃત્ત થયા છે, અથવા બાકી રહેલા નાના બેલેન્સથી અજાણ હતા.
નિષ્ક્રિય ખાતાઓમાં ₹10,900 કરોડથી વધુ રકમ નિષ્ક્રિય પડી છે
પરંતુ મુખ્ય ચિંતા ફક્ત નાના ખાતાઓ સુધી મર્યાદિત નથી. અહેવાલમાં જણાવવામાં આવેલા સૂત્રો અનુસાર, 31.86 લાખ નિષ્ક્રિય EPF ખાતાઓમાં હાલમાં આશરે ₹10,903 કરોડ બેલેન્સ છે.
ધૂળેટીનો રંગ ફોનમાં ભરાય જાય તો શું કરવું? આ 3 સરળ પદ્ધતિઓથી કરો સાફ
આમાંથી આશરે 7 લાખ ખાતાઓમાં ₹1,000 કે તેથી ઓછું બેલેન્સ છે, જે કુલ ₹30.52 કરોડ થાય છે. વર્તમાન ઝુંબેશ પહેલા આ નાના ખાતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, પરંતુ અધિકારીઓએ સંકેત આપ્યો છે કે તમામ નિષ્ક્રિય ખાતાઓની તબક્કાવાર સમીક્ષા હાથ ધરવામાં આવશે. આ સૂચવે છે કે આગામી મહિનાઓમાં આવા વધુ રિફંડ થઈ શકે છે.
