ઈંડાને પોષક તત્વોથી ભરપૂર ખોરાક માનવામાં આવે છે. તેમાં વિટામિન, ખનિજો અને સારી માત્રામાં પ્રોટીન હોય છે. હેલ્થલાઈન અનુસાર, એક ઈંડામાં લગભગ તમામ આવશ્યક એમિનો એસિડ હોય છે, જે સ્નાયુઓના વિકાસ, શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે. વધુમાં, ઈંડામાં વિટામિન B12, વિટામિન D, વિટામિન A, કોલીન, સેલેનિયમ અને આયર્ન જેવા તત્વો હોય છે, જે મગજના સ્વાસ્થ્ય, હાડકાની મજબૂતાઈ અને હોર્મોનલ સંતુલનને ટેકો આપે છે.
