DySP કચેરીમાં મહિલાએ ઝેરી દવા પીધી! એટ્રોસિટીની ફરિયાદમાં પોલીસે કાર્યવાહી ન કરી હોવાના આરોપો

DySP કચેરીમાં મહિલાએ ઝેરી દવા પીધી! એટ્રોસિટીની ફરિયાદમાં પોલીસે કાર્યવાહી ન કરી હોવાના આરોપો

ધર્મ RELIGION
Spread the love


Final Up to date:

દ્વારકાના ખંભાળિયામાં DySP કચેરીમાં નગરપાલિકાની મહિલા સફાઈ કર્મચારી મંજુબેનએ એટ્રોસિટીની ફરિયાદમાં પોલીસ કાર્યવાહી ન થતાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. ન્યાયની માગણી સાથે બનાવેલો વીડિયો વાયરલ થયો છે.

જામનગર હોસ્પિટલમાં રિફર કરાઇ
જામનગર હોસ્પિટલમાં રિફર કરાઇ

દ્વારકા: ખંભાળિયામાં DySP કચેરીમાં એક મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. એટ્રોસિટીની ફરિયાદ બાદ કાર્યવાહી ન થયાના આક્ષેપો કરીને આ મહિલાએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરતા ભારે દોડધામ મચી છે. ત્યારે સમગ્ર મામલે ન્યાયની માગણી સાથે મહિલાએ બનાવેલો એક વીડિયો પણ હાલ સામે આવતાં આ ઘટનાથી ચારેય તરફ ભારે ખળભળાટ મચ્યો છે.

મળતી માહિતી મુજબ, DySP કચેરીમાં ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરનાર આ મહિલા મંજુબેન દ્વારકાના ખંભાળિયામાં નગરપાલિકાના મહિલા સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવે છે. જેણે થોડા દિવસ પહેલા ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખના પતિ વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી. જોકે લાંબા સમય બાદ પણ આ મામલે પોલીસે હજુ સુધી કોઈ કાર્યવાહી ન કરી હોવાના આરોપો લગાવીને તેણીએ આ રીતે જીવન ટૂંકાવવાનું અંતિમ પગલું ભર્યું છે.

ખંભાળિયામાં DySP કચેરીમાં નગરપાલિકાના સફાઈ કર્મચારી મંજુબેન નામની મહિલાએ વીડિયો બનાવી દવા પીધી છે. વીડિયોમાં તેણીએ ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખના પતિ વિરુદ્ધ નોંધાવેલી એટ્રોસિટીની ફરિયાદમાં પોલીસની કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા છે, અને આ મામલે ન્યાયની માગણી સાથે તેણીએ DySPની કચેરીમાં જ આ રીતે જીવનનો અંત લાવવાનો પ્રયાસ કર્યો છે.

DySP કચેરીમાં ઝેરી દવા પીધા બાદ નગરપાલિકાના સફાઈ કર્મચારી મંજુબેનની તબિયત લથડતાં હાલ તેઓને 108 મારફત ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી, અને ત્યાર બાદ વધુ સારવાર માટે હાલ જામનગર હોસ્પિટલમાં રિફર કરાઈ છે. સાથે જ પોલીસે આ મામલે હાલ વધુ તપાસ હાથ ધરી છે, ત્યારે આ ઘટનાના સમાચાર વાયુવેગે ફેલાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *