Christmas 2025 : દેશનું 200 વર્ષ જૂનું અનોખું ચર્ચ, હિન્દુ ધર્મ સાથે છે ખાસ સંબંધ

Christmas 2025 : દેશનું 200 વર્ષ જૂનું અનોખું ચર્ચ, હિન્દુ ધર્મ સાથે છે ખાસ સંબંધ

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


Christmas 2025 : ક્રિસમસ દર વર્ષે 25 ડિસેમ્બરે દુનિયાભરમાં ધામધૂમથી ઉજવાય છે. નાતાલ એ ખ્રિસ્તી ધર્મનો મુખ્ય તહેવાર છે. આ દિવસે પ્રભુ ઇસુ ખ્રિસ્તનો જન્મ થયો હોવાનું મનાય છે. ક્રિસમસ પર ચર્ચને સુંદર સજાવવામાં આવે છે અને માનવ કલ્યાણની પ્રાર્થના કરવામાં આવે છે. ભારતમાં પણ ઘણા ચર્ચ છે, જેમા વારાણસીનો 200 વર્ષ જુનો સેન્ટ મેરી ચર્ચ સૌથી અનોખું છે. આ ચર્ચનો સંબંધ હિન્દુ ધર્મ સાથે પણ છે. ચાલો જાણીયે આ ચર્ચનો ઇતિહાસ અને ખાસિયત

વારાણસીનું સેન્ટ મેરી ચર્ચ તમામ ધર્મો માટે ખાસ

વારાણસીના કેન્ટોન્મેન્ટ સ્થિત સેન્ટ મેરી ચર્ચ માત્ર બનારસ જ નહીં પૂર્વાંચલનું સૌથી મોટું ચર્ચ છે. અહીં 25 થી 27 ડિસેમ્બર સુધી ભવ્ય કાર્યક્રમનું આયોજન થાય છે, તે જોવા ઉત્તરપ્રદેશ માંથી મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચે છે. તમને જણાવી દઇયે કે, આ ચર્ચની સ્થાપના બ્રિટિશ કાળમાં થઇ હતી. આ ચર્ચ ગંગા યમુના તહજીબનું ઉત્તમ સ્થાપત્ય છે.

સેન્ટ મેરી ચર્ચ કેમ ખાસ છે?

વારાણસીના સેન્ટ મેરી ચર્ચના પ્રાર્થના દિવાલો પર ગીતાના સંસકૃત શ્લોકો કોતરેલા છે, જે આકર્ષણનું સૌથી મોટું કેન્દ્ર છે. આ શ્લોકો સાર્વોભૌમિક ભાઇચારો, પ્રેમ અને માનવાતાનો સંદેશ આપે છે, જે તેને ખાસ ચર્ચનો દરજ્જો અપાવે છે. આ સંદેશ એ વાતનું પ્રતિક છે કે આધ્યાત્મિક મૂલ્યોની ભાષા કોઇ એક ધર્મ પુરતી સીમિત નથી, પરંતુ સંપૂર્ણ માનવતાને જોડવાનું કાર્ય કરે છે.

સેન્ટ મેરી ચર્ચ 200 વર્ષ જુનું

સેન્ટ મેરી ચર્ચનું નિર્માણ બ્રિટિશ કાળમાં વર્ષ 1840માં શરૂ થયું હતું. આ ચર્ચ વારાસણી ધર્મપ્રાંત દ્વારા સંચાલિત છે. ત્યારબાદ વર્ષ 1989માં એક કુશળ વાસ્તુ જાણકારની આગેવાનીમાં ચર્ચના પુર્નોદ્ધારની કામગીરી શરૂ થઇ, જે 1993માં પૂર્ણ થયુ હતું. પુર્નોદ્ધાર બાદ ચર્ચ પહેલા કરતા વધુ ભવ્ય અને આકર્ષક બન્યું છે. વારાસણીનું સેન્ટ મેરી ચર્ચ દુનિયાના સૌથી સુંદર ચર્ચમાં સ્થાપન ધરાવે છે. વાસ્તુકળા અને સુંદરતાની દ્રષ્ટિએ આ ચર્ચ દેશની શાન સમાન છે. 

આ પણ વાંચો | Christmas Wishes : ક્રિસમસ શુભેચ્છા સંદેશ; આવ્યો ખુશીનો દિવસ, મારા તરફથી તમને મેરી ક્રિસમસ

આ ચર્ચમાં એક બાઇબલ પ્રદર્શની છે, જે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે. સૃષ્ટિની રચના થી લઇ પ્રભુ ઇસુ ખ્રિસ્તના જન્મ, જીવન, બલિદાન અને પુનરુત્થાન સુધીની ઘટનાઓને જીવંત ટેબ્લો દ્વારા દર્શાવવામાં આવી છે. આધુનિક ટેકનોલોજી, લાઇટિંગ અને સાઉન્ડથી સંચાલિત આ વિઝ્યુલ મુલાકાતીઓને અદભુત અનુભવ કરાવે છે. આ ચર્ચ માત્ર એક ધાર્મિક સ્થળ નહીં, પરંતુ માનવતા, પ્રેમ અને ભાઇચારાનું જીવંત ઉદાહરણ છે, જે કાશીની જીવંત સંસ્કૃતિ અને ધાર્મિક સહિષ્ણુતાને વધુ મજબૂત બનાવે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *