પોરબંદરના રાણાવાવ રેલવે સ્ટેશન પર એક એવી ઘટના બની જે જોઈને કોઈના પણ શ્વાસ અધ્ધર થઈ જાય. 15મી જાન્યુઆરીના બપોરે પોરબંદરથી રાજકોટ જતી ટ્રેન સ્ટેશન પર ઊભી હતી. મુસાફરોની અવરજવર વચ્ચે અચાનક ટ્રેન ચાલવા લાગી અને એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ. ઊતરતી વખતે ટ્રેન ચાલવા લાગી અને બાળકી લટકી ગઈ, જોકે પ્લેટફોર્મ પર હાજર સ્ટેશન માસ્ટરે તત્પરતા દાખવી અને દોડીને બાળકીને ખેંચી લીધી. જો એક સેકન્ડનો પણ વિલંબ થયો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. સ્ટેશન માસ્ટરે બતાવેલી સમયસૂચકતા અને બહાદુરીના કારણે બાળકી બચી ગઈ. હાલ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.
Source link
